નાસાનાં વૈજ્ઞાનિકો દ્વારા તારામંડલ પાસે ૩ નવા ગ્રહો શોઘ્યા છે જે પૃથ્વી કરતાં બે ગણા મોટા અને પાણીનાં શ્રોત પણ જોવા મળ્યા છે તેમ નાસાનાં વૈજ્ઞાનિકોએ તેની પ્લાનેટ હન્ટીંગ સેટેલાઈફ મારફતે જણાવ્યું હતું. ૩ નવા ગ્રહોની જયારે વાત કરવામાં આવે તો તેમાંનો એક ગ્રહ પૃથ્વી કરતા સહેજ મોટો અને પર્વતોથી ભરપુર જોવા મળી રહ્યો છે. જયારે અન્ય બે ગ્રહો ગેસયુકત અને પૃથ્વી કરતાં બે ગણા મોટા હોવાનું જર્નલ નેચર એસ્ટ્રોનોમી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કેલિફોનિયાએ નવા તારાઓની સિસ્ટમને ટેસ ઓબ્જેકટ ઓફ ઈન્ટ્રેસ્ટ નામ આપ્યું છે. નાસાનાં વૈજ્ઞાનિકોનાં જણાવ્યા અનુસાર શોધાયેલા ગ્રહો પર જીવન અને પાણીનાં મોટા શ્રોતો હોવાનું પણ જણાવ્યું હતું. નાસાનાં વૈજ્ઞાનિકોનાં જણાવ્યા અનુસાર હાલ વૈજ્ઞાનિકો આ ગ્રહોનાં ભ્રમણ કક્ષાને લઈ તેનો અભ્યાસ કરી રહ્યાં છે જેનાં પરથી અનેકવિધ ડટાયેલા અને નવા રહસ્યો સામે આવશે. એવા ઘણા ખરા ગ્રહો શોધાયા છે પરંતુ મુખ્યત્વે અમુક ગ્રહો જ એવા છે જેમાં જીવન હોવાની શકયતા વૈજ્ઞાનિકોએ સેવી છે જયારે અમુક ગ્રહો તારાનાં પ્રમાણમાં જોવા મળ્યા છે. આપણી આકાશગંગા વિશે જો વાત કરવામાં આવે તો પૃથ્વી, મરકયુરી, વિનશ, માસ આ એવા નાના ગ્રહો છે જયાં પર્વતો ખુબ જ વિશાળ સંખ્યામાં જોવા મળે છે. જયારે બીજી તરફ આકાશગંગામાં એવા પણ ગ્રહો છે જે સૌથી મોટા પણ હોય. સેટર્ન, યુરેનસ, નેપ્ટયુનનો સમાવેશ થાય છે. નેપ્ટયુન ગ્રહ જેટલો અડધો ગ્રહ આપણા સૌરમંડળમાં જોવા મળતો નથી.
નાસાનાં વૈજ્ઞાનિકોએ માહિતી આપતા જણાવ્યું હતું કે જે નવા ગ્રહ શોધાયા છે તેના માટેની વિશેષ શોધખોળ ૨૦૨૧માં નિર્ધારિત કરવામાં આવી છે જયારે જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપને લોન્ચ કરવામાં આવશે ત્યારે આ ગ્રહો ઉપર ઓકિસજન, હાઈડ્રોજન, કાર્બન મોનોકસાઈડ જેવા ગેસોનું પણ પ્રમાણ શોધવામાં આવશે. સાથોસાથ તે ગ્રહ પર પાણીનાં શ્રોતો અને જીવન પર્યાપ્ત એટલે કે જીવન શકય છે કે કેમ ? તે અંગેનાં અનેક સંશોધનો પણ કરવામાં આવશે. નાસા દ્વારા જે ગ્રહ શોધવામાં આવ્યો છે તે આપણા પાડોશી ગ્રહ કે જેમનું અંતર પૃથ્વીથી આશરે ૭૩ પ્રકાશવર્ષ દુરનું છે જેથી તે આપણા પાડોશી ગ્રહ માનવામાં આવે છે.