રાજકોટ મહાનગરપાલિકાના છ (૬) સિવિક સેન્ટર અને રાજકોટની ICICI બેંકની વિવિધ જે તે શાખા પરથી ફોર્મ મેળવી શકાશે,રાજકોટ મહાનગરપાલિકા દ્વારા PMAY હેઠળ બનનારી સ્માર્ટ ઘર ૧-૨-૩ ના કુલ ૨૧૭૬ આવાસ માટેના ફોર્મનું વિતરણ તારીખ ૩૧ જુલાઇ સુધી રાખવામાં આવી હતું પણ હવે ફોર્મ લેવા અને પરત મેળવવા માટેની મૂદત લંબાવીને ૧૪ ઓગષ્ટ નક્કી કરવામાં આવી છે.
સીટી સિવિક સેન્ટર પરથી સવારના ૧૦:૩૦ થી સાંજના ૬:૦૦ વાગ્યા સુધી ફોર્મનું વિતરણ કરવામાં આવશે. આવાસ યોજનાના ફોર્મમાં જરૂરી માહિતી ભરીને તારીખ: ૧૪-૮-૨૦૧૯ સુધીમાં નાગરિકોએ ફોર્મ પરત કરવાના રહેશે. મૂદત વિત્યા પછી નાગરિકોના ફોર્મ સ્વીકારવામાં આવશે નહિ, તેથી જાહેર જનતાને અપીલ કે સમયસર ફોર્મ ભરીને સિવિક સેન્ટર અને ICICI બેંકમાં પરત કરી આપે.