ગાંધી કુટુંબ સિવાયનો કોઈ પણ નેતા કોંગ્રેસમાં રહેલા આંતરિક જુથોમાં સર્વસંમત ન હોય, પ્રિયંકાને કોંગ્રેસની ધુરા સોંપવા વધુ એક માંગ ઉઠી

તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ફરી કારમો પરાજય મળતા રાહુલ ગાંધીએ પોતાની નૈતિક જવાબદારી સ્વીકારીને પાર્ટીના અધ્યક્ષપદેથી રાજીનામું આપ્યું હતુ રાહુલને મનામણા કરવાના કોંગ્રેસના વરિષ્ટ નેતાઓના પ્રયાસો નિષ્ફળ નીવડતા તેના વિકલ્પ શોધવા માટે હાઈકમાન્ડ ઉંધા માથે થઈ ગઈ છે. પરંતુ લાંબા પ્રયાસો છતા કોંગ્રેસમાં કાર્યરત તમામ જુથોને એકજૂટ રાખી શકે તેવા સર્વસંમત નેતાને નકકી કરી શકાયા નથી જેથી, વરિષ્ઠ કોંગ્રેસીઓએ તમામ જુથોને એકજુટ રાખી શકે તેવા ગાંધી કુટુંબ પર ફરી નજર દોડાવી છે. રાહુલના વિકલ્પે પ્રિયંકાને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માંગ ઉગ્ર થવા પામી છે.

થોડા સમય પહેલા શશી થ‚ર અને કે.સી. વેણુગોપાલે પ્રિયંકા ગાંધીને કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માંગ કરી હતી. જે બાદ, થોડા સમય પહેલા પાર્ટીની ધુરા યુવાનોને સોંપવાની માંગ કરનારા પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સીંગે પણ પ્રિયંકાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની ઈચ્છા વ્યકત કરી છે.અમરિન્દરસીંગે આ ઈચ્છાને વ્યકત કરતા જણાવ્યું હતુ કે જો પ્રિયંકાને અધ્યક્ષ બનાવવામાં આવે તો આખી કોંગ્રેસ પાર્ટીનું તેમને સમર્થન મળશે. પ્રિયંકા અધ્યક્ષ પદ માટે શ્રેષ્ઠ પસંદગી રહેશે તે માટે રાહુલ ગાંધી આ મુદે તુરંત આગેવાની લઈ કાર્યવાહી કરવાની જ‚ર છે. પરંતુ સાથે કેપ્ટને આ મુદે કોંગ્રેસ વર્કિંગ કમીટીને જ તમામ નિર્ણયો લેવાની સતા હોવાનું સ્પષ્ટ કર્યું હતુ.

કેપ્ટન અમરિન્દરસીંગે ભારતને યુવા દેશ ગણાવીને તેને સંભાળવા યુવા નેતાની કોંગ્રેસને જ‚ર હોવા પર ભાર મૂકયો હતો. કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થ‚રે તાજેતરમાં પ્રિયંકામાં કુદરતી કરિશ્મા હોય કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ માટે શ્રેષ્ઠ પસંદગી હોવાનું નિવેદન કર્યું હતુ. જે બાદ કેપ્ટને આ મુદે પોતાના વિચારો રજૂ કર્યા છે. આ પહેલા પણ અમરિન્દર સીંગે કોંગ્રેસના અધ્યક્ષ પદે કોઈ યુવા નેતાને કમાન સોંપવા માંગ કરી હતી પરંતુ તે સમયે તેમને પ્રિયંકાના નામની સ્પષ્ટતા કરી ન હતી થ‚રે તેના નિવેદનમાં રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ છોડયા બાદ નેતૃત્વ ને લઈ સ્પષ્ટતાના અભાવે કોંગ્રેસ પર ઘાતક અસરો પડી રહ્યાનું જણાવ્યું હતુ.

જોકે કોંગ્રેસના અન્ય એક વરિષ્ટઆગેવાન કે.સી. વેણુગોપાલે કોંગ્રેસમાં અનાથ જેવી સ્થિતિ હોવાનો ઈન્કાર કર્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું હતુ કે જયાં સુધી પાર્ટીના નવા અધ્યક્ષ ન વરાય ત્યાં સુધી રાહુલ ગાંધી અધ્યક્ષ તરીકેની જવાબદારી સંભાળી રહ્યા છે. વેણુગોપાલે પણ આ પદ માટે પ્રિયંકા ગાંધી શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું જણાવીને ઉમેર્યું હતુ કે થ‚રે તમામ કોંગ્રેસીઓની ભાવનાઓને જાહેર કરી છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસમાં લાંબા સમયથી અનેક જુથો કાર્યરત છે. કોઈપણ વરિષ્ટ નેતાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે તો અન્ય જુથોના નેતાઓમાં નારાજગી ફેલાઈ તેવી સંભાવના હોય તમામ જુથોમાં સર્વસ્વીકૃત આગેવાનને રાષ્ટ્રીય અધ્યક્ષ પદ સોંપવું પડે તેવી સ્થિતિ પ્રવર્તતી રહી છે.તેથી જ રાષ્ટ્રીય અ્ધ્યક્ષ પદ માટેના નામ અંગે નિર્ણય કરવામાં વિલંબ થઈ રહ્યો છે.

મોટાભાગના વરિષ્ટ કોંગ્રેસી નેતાઓનું માનવું છે કે ગાંધીકુટુંબ સિવાય કોંગ્રેસનો વિકલ્પ નથી જેથી નવા રાષ્ટ્રીય અધ્યક્ષ પદે પ્રિયંકાને જાહેર કરવા સતત માંગ ઉઠી રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.