જામનગરમાં વરસેલા અનરાધાર વરસાદનાં પગલે ધ્રોલ તાલુકાનું લતીપુર ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. જેને લઈને આ ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ભારે વરસાદનાં પગલે લતીપુર ગામનાં નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા.
આ સાથે જ નદીઓ બેકાંઠે વહેવા લાગી હતી. છેલ્લા 24 કલાકમાં ધ્રોલમાં 6 ઈંચ અને લતીપુરમાં 7 ઈંચ જેટલો વરસાદ પડ્યો છે.