એનબીએફસી તરફથી કરવામાં આવતા કોલ માહિતી પુરુ પાડવામાં મદદરૂપ સાબિત થાય છે, પરંતુ કંપનીએ પ્રજાનો વિશ્વાસ ફરીથી ઉભો કરવો અનિવાર્ય બન્યો છે
ભારતની અર્થવ્યવસ્થામાં નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીનું મહત્વ ખુબ જ વિશેષ રહ્યું છે ત્યારે સામાન્ય લોકોથી માંડી ધનિક લોકો પણ એનબીએફસી પાસેથી ધિરાણ લેતા હોય છે પરંતુ હાલની સ્થિતિની જો વાત કરવામાં આવે તો એનબીએફસી ક્ષેત્ર પોતાનું પ્રભુત્વ ગુમાવી રહ્યું છે અને લોકોને એનબીએફસી ક્ષેત્ર તરફનો જે ઝુકાવ પહેલા રહ્યો હતો તે હવે રહ્યો નથી. હોમ અપ્લાયન્સથી માંડીને હોમ લોન સુધીની લોન એનડીએફસી ક્ષેત્ર આપ્યું હોય છે પરંતુ હાલ એનબીએફસીની કથળતી હાલત અને એનબીએફસી તરફનો ઝુકાવ ઘટયો છે.
એનબીએફસી ક્ષેત્ર તરફથી મળતી વિગતો મુજબ કસ્ટમર ડેટા બેઈઝનાં આધારે તેઓ એનબીએફસીની વિવિધ યોજનાઓની માહિતી ગ્રાહકોને ફોન મારફતે આપતા હોય છે જે લોકોને સહેજ પણ પસંદ પડતું નથી અને તેઓ આ ફોન કોલને ફર્જી કોલ ગણાવી તેનાથી દુર રહેવા માંગતા હોય છે જે દિશામાં આરટીઆઈ પણ કરવામાં આવી છે. આરટીઆઈનાં જવાબમાં રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોકોને જણાવ્યું હતું કે, એનબીએફસી દ્વારા આવતા ફોન કોલ સહેજ પણ નુકસાનકર્તા નથી. કારણકે તે ફોન કોલમાં અનેકવિધ યોજનાઓ વિશે તેઓને માહિતી આપવામાં આવતી હોય છે પરંતુ લોકો તેને સહેજ પણ પસંદ કરતા નથી તે બીજી બાબત છે.
હાલ ઓનલાઈન ફ્રોડનાં કારણે લોકોને જે ભરોસો ઉઠી ગયો છે તેને ફરીથી પ્રસ્થાપિત કરવા સરકારે અને એનબીએફસી ક્ષેત્રની બેંકોએ કમરકસવી પડશે અને લોકોનો ભરોસો પાછો લાવવો પડશે. એનબીએફસી ક્ષેત્ર પોતાનું મહત્વ પ્રસ્થાપિત કરવામાં સહેજ ઉણું ઉતર્યું હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે ત્યારે એનબીએફસી લોકો માટે જીવન જરૂરીયાત છે તેમ છતાં લોકોની જે આશા છે તેનાં પર નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓ ઉણી ઉતરી છે ત્યારે હવે એનબીએફસી કંપનીઓની જવાબદારી વધી જાય છે કે, લોકોનો ભરોસો ફરીથી કઈ રીતે પ્રસ્થાપિત કરવો.
સાયબર સિકયોરીટી પણ એટલી જ મહત્વનો ભાગ ભજવે છે ત્યારે સરકારે ફર્જી કોલ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું રહ્યું છે અને તેને ફિલ્ટર કરવાનું પણ કાર્ય કરવું પડશે તેવી પણ વાત સામે આવી રહી છે.ઓનલાઈન બિઝનેસ સહિત અનેકવિધ બિઝનેસો માટે સરકારે ધ્યાન કેન્દ્રિત કરવું પડશે કારણકે મોદી સરકાર દ્વારા ડિજિટલ ઈન્ડિયાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું હોવાનું પણ સામે આવી રહ્યું છે ત્યારે તંત્ર અને નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓએ વિશ્વાસ, પારદર્શકતા, જવાબદારી સમજવાની જરૂર છે અને લોકોને તેનાંપર ભરોસો રાખે તે દિશામાં કાર્ય પણ કરવાની જરૂર છે.