યુનિટેકનાં પ્રોજેકટની જવાબદારી એનબીસીસીને સોંપાય તેવી કેન્દ્ર સરકારની સુપ્રીમ સમક્ષ માંગ રિયલ એસ્ટેટની મંદી કે ‚પિયાની તરલતાનો અભાવ ?
હાલ રિયલ એસ્ટેટની કંપનીઓ તેમનાં પ્રોજેકટો પુરા કરવામાં અસમર્થ સાબિત થઈ છે ત્યારે પ્રશ્ર્ન એ ઉદભવિત થયો છે કે, રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદીનો માહોલ છે કે ‚પિયાની તરલતાનો અભાવ છે. અનેકવિધ લોકો દ્વારા ફલેટ બનતાની પહેલા જ ચુકવણું કરી દેવામાં આવતું હોવાનું સામે આવ્યું છે ત્યારે રીયલ એસ્ટેટની નામાંકિત કંપનીઓ હાથ ઉંચા કરી દેતાં નજરે પડી રહી છે. એવી જ એક ઘટના યુનિટેક કંપની સાથે બની છે જેમાં યુનિટેક કંપનીનાં ૧૭ હજાર ફલેટો બનાવવા માટે હાથ ઉંચા કરવામાં આવ્યા છે.
કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટને માહિતી આપતા જણાવ્યું છે કે, એનબીસીસીને યુનિટેકનો પ્રોજેકટ પુરો કરવા માટેની જવાબદારી સોંપી શકાય છે. જેનાં માટે કેન્દ્ર સરકાર તરફથી એટર્ની જનરલે એનબીસીસીનાં પ્રસ્તાવ અંગેનો રીપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજુ કર્યો તથા આ મુદ્દાને લઈ હાઈકોર્ટનાં રીટાયર ૩ જજોની પેનલ બની કમિટીની રચના થવી જોઈએ અને તે ક્ધટ્રકશન કરવામાં આવે તેની પૂર્ણત: માહિતી પણ રાખવી જોઈએ જેથી લોકો ફલેટ ખરીદવા માટે ‚પિયાનું રોકાણ કરે છે તેઓને સહેજ પણ વાંધો ન આવે અને તેઓ પૂર્ણત: ફલેટની ખરીદી કરી શકે. આમ્રપાલીનાં જે ૪૨ હજાર ફલેટ ખરીદનાર લોકોની જેમ યુનિટેકનાં હાલ ૧૭,૦૦૦ ફલેટો પૂર્ણ થઈ શકયા નથી જેથી આ પ્રોજેકટ એનબીસીસીને મળે તે દિશામાં સરકાર દ્વારા પગલા લેવામાં આવી રહ્યાં છે.
સુપ્રીમ કોર્ટે એનબીસીસી દ્વારા આપવામાં આવેલા પ્રપોઝલને લઈ લોકો પાસેથી સુઝાવો પણ મંગાવ્યા છે જે અંગેની આગળની સુનાવણી ૯ ઓગસ્ટનાં રોજ થશે તે પણ નિર્ધારિત કરવામાં આવ્યું છે. ફલેટ ખરીદનારાઓ લોકો તરફથી વકીલાત કરી રહેલા એમ.એલ.લાહોટીએ જણાવતાં કહ્યું હતું કે, એટર્ની જનરલ દ્વારા એનબીસીસીનું પ્રપોઝલ તેમનાં સમક્ષ મુકવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે, એનબીસીસી આ પ્રોજેકટને હાથમાં લેવા માટે તૈયારી દાખવી છે. એટર્ની જનરલ દ્વારા પ્રસ્તુત કરવામાં આવેલા પ્રસ્તાવ બાદ ફલેટ ખરીદનારાઓ તરફથી વકિલાત કરી રહેલા વકિલે જણાવ્યું હતું કે, આ પહેલા સુપ્રીમ કોર્ટે ૪૨ હજાર ફલેટો એનબીસીસીને તૈયાર કરવા માટે જણાવ્યું હતું અને તે અંગેની જવાબદારી પણ સોંપી હતી. હાલ યુનિટેક પાસે ૨૨ હજાર ફલેટ બનાવવાની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે એનબીસીસી જે.પી.નાં પ્રોજેકટો પણ પૂર્ણ કરવાના છે ત્યારે યુનિટેકનો પ્રોજેકટ કેવી રીતે પુરો કરી શકશે.