દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે પ્રણવ મુખરજીને રાષ્ટ્રપતિ ભવન દ્વારા 8 ઓગષ્ટે ભારત રત્ન એનાયત કરવામાં આવશે. આ વર્ષે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પૂર્વ રાષ્ટ્રપતિ સહિત ત્રણ જાણીતિ હસ્તીઓને નાનાજી દેશમુખ, ભૂપેન હજારીકાને પણ ભારત રત્ન આપવાની જાહેરાત કરી છે.
ભારત રત્ન દેશનું સર્વોચ્ચ સમ્માન છે, જ એ અસાધારણ રાષ્ટ્રીય સેવા માટે આપવામાં આવે છે. કેન્દ્રની મોદી સરકારે 70મા ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ 25મી જાન્યુઆરી 2019ના રોજ ભારતીય જનસંઘના વિચારક અને ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપકોમાંના એક એવા નાનાજી દેશમુખ, જાણિતા આસામના કવિ અને સંગીતકાર ભૂપેન હજારીકા અને પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીને આ સર્વોચ્ચ સન્માન એનાયત કરવાની જાહેરાત કરી છે.