૧૭ વર્ષની ઉમરે ૧૫ મેડલ મેળવનાર દિવ્યાનીબા ઝાલા, ચેરીટી કમિશનર પૃથ્વીસિંહ જાડેજા, ભાવિકભાઇ, ભરતભાઇ કામલીયાનું સૌરાષ્ટ્ર -કચ્છના ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવ દ્વારા બહુમાન
શહેર રેસકોર્ષ એથ્લેટીકસ ગ્રાઉન્ડ ખાતે સૌરાષ્ટ-કચ્છના ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવ તથા પી.ડી. અગ્રવાલ દ્વારા ગ્રાઉન્ડ પર આવતી દેવ્યાની મહેન્દ્રસિંહ ઝાલા જે રેસલીંગ કરે છે. જેણે ૧૭ વર્ષની ઉમરે ૧પ જેટલા એવોર્ડ મેળવ્યા છે. ઉપરાંત ભાવિકભાઇ, પૃથ્વસિંહ જાડેજા તથા ભરતભાઇ કામલીયા વગેરેને પુષ્પગુચ્છ આપી સન્માનીત કર્યા હતા. દેવ્યાંનીબા ઝાલા ભવિષ્યમાં દેશનું નામ રોશન કરે તેવી બધાએ શુભકામના પાઠવી હતું.
પ્રયત્નો કરતા રહો, સફળ અવશ્ય થશો હતાશ નિરાશ થવાની જરુર નથી: રાજુ ધ્રુવ
અબતક સાથેની વાતચીત દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપ પ્રવકતા રાજુભાઇ ધ્રુવએ જણાવ્યું હતું કે રેસકોર્ષના એથ્લેટીકસ ગ્રાઉન્ડ ખાતે અમે ઘણા બધા મિત્રો વોકીંગ કરવા આવીએ છીએ. નાના બાળકો તથા મોટી ઉમરના બધા જ અહિયા વોકીંગ કરવા આવે છે ત્યારે આજે દેવ્યાની મહેન્દ્રસિંહ ઝાલાએ સતર વર્ષની ઉમરમા ૧પ એવોર્ડ મેળવ્યા છે. આજે અમે તેનું સન્માન કર્યુ છે. સાથો સાથ ભાવસકભાઇ જે પ્રોહીબીશનમાં એસ.પી.તરીકે ત્રણ પરિક્ષા આપી પાસ થયા. પૃથ્વીસિંહ જાડેજા જેની ત્રીજી ટ્રાયે ચેરીટી કમીશ્નર તરીકે તેમની પસંદગી થયેલ છે. તથા ભરતભાઇ કામલીયા દોડવીર પ્રર્વતારોહક છે તેમનું પણ સન્માન કયુ છે.
અહિયા ગ્રાઉન્ડમાં ચાલતા એક વડીલ પી.ડી. અગ્રવાલ હરહંમેશ સારા કાર્યોમાં પ્રોત્સાહન આપતા હોય છે તેમની સાથે વાત કરી ત્યારે તેમને સહકાર આપ્યો. આ અંગે સંદેશો આપવાનો છે કે પ્રયત્નો કરતા રહો સફળ અવશ્ય થશો હતાશ નિરાશ થવાની જરુર નથી.
મારે આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઈ ઈન્ડિયાનું પ્રતિનિધિત્વ કરવું છે: રેસલર દિેવ્યાનીબા ઝાલા
અબતક સાથેની વાતચીત દરમિયાન ઝાલા દેવ્યાનીબા એ જણાવ્યું હતુકે હું રેસલિંગ ક‚ છું અને છેલ્લા ૭ વર્ષથી મહેનત ક‚ છું શ‚આતની વાત ક‚ તો મને બ્લોકીંગ કરતા પણ નહોતું આવડતું મેં સ્કૂલમાંથી પ્રથમ વખત ખેલ મહાકુંભમાં ભાગ લીધો ત્યારે ખ્યાલ ન હતો. કે કઈ રીતે કરવું કેવી રીતે તૈયારી કરવી ત્યારે બધા રનીંગ કરતા અને હું જોતી હતી એક વખત મારા પપ્પા સાથે ગ્રાઉન્ડ આવી ત્યારે એક રાવલભાઈ કોચ મળ્યા ત્યારે તેમણે પપ્પાને જણાવ્યું કે તમારી પુત્રીને રનીંગ કરાવો તે સા‚ કરી શકશે ત્યારથી મેં શ‚આત કરી અને ત્યારબાદ ધીમે ધીમે નેશનલ સુધી રમી હતી ૨૦૧૮માં ૧૦૦ મીટરમાં ગુજરાતને બ્રોન્ઝ મેડલ અપાવ્યું છે. તથા ખેલો ઈન્ડિયા સુધી પહોચી છું અત્યાર સુધીમાં મને ૧૫ જેટલા મેડલ મળ્યા છે. હું સવારે સાંજે ૨ કલાક પ્રેકટીસ ક‚ છું હવે મને ઈન્ટરનેશનલમાં ભાગ લઈ ઈન્ડિયાને રિપ્રેઝન્ટસ કરવું છે.
દિવ્યાનીબા આગળ વધી દેશનું નામ રોશન કરે તેવી શુભકામના : પી.ડી. અગ્રવાલ
અબતક સાથેની વાતચીત દરમિયાન પી.ડી. અગ્રવાલએ જણાવ્યું હતુ કે હું હરિયાણાનો છું પરંતુ ૬૦ વર્ષથી ગુજરાતમાં રહુ છું નરેન્દ્ર મોદી દ્વારા કહેવાયું છે ખેલો ઈન્ડીયા જીતો ઈન્ડિયા તથા આપણા મુખ્ય મંત્રીની પણ આવી ભાવના હતી કે ખેલે ગુજરાત જીતે ગુજરાત અમે લોકો રેસકોર્ષમાં ઘણા વખતથી વોકીંગ કરવા આવીએ છીએ ત્યારે અમે દેવ્યાનીબા ઝાલાને દોડતા જોઈ તે એક મધ્યમ પરિવારની છે.આદિકરીને આગળ વધવા માટે પ્રોત્સાહન આપવા માટે હું ઘણી વખત તેના પપ્પાને કહેતો કે દિકરીને કંઈ ઘટતુ હોય તો કહેજો પરંતુ તેઓ એટલા સ્વાભિમાની છે, કે તેમણે કયારેય કંઈ માંગ્યું નથી દિકરી ખૂબજ આગળ વધે અને દેશનું નામ રોશન કરે તેવી જ માફી શુભકામના છે.