ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સાથે સંલગ્ન સંસ્થાઓ જે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોબોટિક્સ અને ઓટોમેશન સ્પર્ધાના વિવિધ સ્તરે ભાગ લઈ રહ્યા છે. તે અંતર્ગત રાજકોટની તમામ એન્જિનિયરિંગ કોલેજોમાંથી ફક્ત છ વિર્દ્યાથીઓની પસંદગી પામેલ છે જેમાં મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટની લાભુભાઈ ત્રિવેદી એન્જિનિયરિંગ કોલેજના મિકેનિકલ બ્રાન્ચ માથી નેના હિરેન, ડોડીયા હાર્દિક, ગજ્જર ગર્વિત, કોમ્પ્યુટર બ્રાન્ચ માંથી જેનીલ બાંભરોલીયા, અક્ષય સરવૈયા, ઉંભડિયા નીતિન અને સિવિલ બ્રાન્ચ માંથી વખારિયા અલી અસગરની પસંદગી ઇ છે. આ તમામ વિર્દ્યાથીઓ જીટીયુ ખાતે દસ દિવસની રોબોટીક્સ વિષય ની ટ્રેનીંગ લેશે અને આવનારા વર્ષ દરમિયાન યોજાનાર વિવિધ કક્ષાની રોબોટિક્સ સ્પર્ધામાં યુનિવર્સિટીને રિપ્રેસેંટ કરશે. આ તકે સંસ્થાના પ્રિન્સિપાલ ડો ભરત રામાણી એ જણાવ્યું હતું કે જીટીયુ દ્વારા થતી ઈતર પ્રવૃત્તિઓ અને વિવિધ અભ્યાસ લક્ષી પ્રવૃત્તિઓમા સંસ્થાનો દરેક વિર્દ્યાથીને પૂરતો સહયોગ છે અને આવનારા ભવિષ્યમાં પણ વધુને વધુ ઉત્તમ સ્કીલ ધરાવતા વિર્દ્યાથીઓ સમાજને મળે તેવો અમારો પ્રયત્ન રહેશે. સંસના સમગ્ર સભ્યોએ આ તમામ વિર્દ્યાથીઓને શુભેચ્છા પાઠવી હતી.
Trending
- Tasty and healty: શિયાળામાં આદુની ચટણી તમારા ભોજનનો વધારશે સ્વાદ
- અમરેલી: કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા યુવક કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ
- જુનાગઢ: નાતાલના પર્વને લઇ ગિરનાર પર પ્રવાસીઓની ભીડ
- નલિયા: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવની કરી ઉજવણી
- Lookback 2024 sports: ભારતીય રમતો 2024માં ટોચની 5 ચોંકાવનારી ઘટનાઓ
- બગસરા: મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- રાત્રે પથારીમા પડ્યા ભેગું ઓવરથીંકીંગ ચાલુ થઇ જાય છે!!!
- ઝઘડિયામાં 10 વર્ષીય બાળકીને પીંખનાર આરોપીને પોટેન્સી ટેસ્ટ માટે સુરત લવાયો