લીમડો, કદમ, ફણસ સહિતના ૨૦૦થી પણ વધારે છોડનું વાવેતર કરવામાં આવ્યું
સેલવાસના દાદરાનગર હવેલીમાં ચાલી રહેલા વન મહોત્સવ અંતર્ગત ઠેર ઠેર વૃક્ષો વાવવાનું આહવાન કરવામાં આવી રહ્યું છે. શહેરમાં વૃક્ષોની જગ્યાએ ક્રોકીંટના જંગલો ઉભા થઈ ગયા છે. જેને પગલે વરસાદ ખેંચાઈ છે. વૃક્ષો વાવો અને વરસાદ લાવોના ઉમદા આશયથી શુક્રવારે ફિલાટેકસ કંપની દ્વારા દાદરામાં વિવિધ જગ્યાઓ ઉપર વૃક્ષારોપણ કરવામાં આવ્યું. કંપનીના વરિષ્ઠ અધિકારી સુધીરકુમાર ઠાકુરની સાથે કંપનીના અન્ય અધિકારીઓ અને ઓઆઈડીસી કેમ્પસ દાદરામાં સરકારી પ્રાયમરી સ્કૂલ રોહિતવાસ, દેમણીમાં વૃક્ષારોપણ કરાયું.
આ દરમિયાન દરેકે લીમડો, કદમ, ફણસ સહિત વિવિધ પ્રકારના કુલ ૨૦૦ થી પણ વધારે છોડ લગાવ્યાં. દાદરાનગર હવેલીમાં ચાલી રહેલા વન મહોત્સવ અંતર્ગત ફિલાટેકસ કંપની દ્વારા આ વૃક્ષારોપણ અભિયાન ચલાવાયું. જેમાં કંપનીના અધિકારીઓ ઉપરાંત દાદરા પંચાયતના સભ્ય તેમજ સ્કૂલ સ્ટાફનો પણ સહયોગ પ્રાપ્ત થયો. શુદ્ધ વાતાવરણના દ્રષ્ટિકોણ સો કંપની દ્વારા આ વૃક્ષારોપણ અભિયાન ચલાવાયું.