જામનગર શહેર સહીત જીલ્લાભરમાં રાત દિવસ ચોવીસ કલાક દોડતી જીવીકે ઇએમઆરઆઇ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાએ જુન માસમાં પુરા થતા છેલ્લા છ મહીનામાં ૧૨૩૩ લોકોને ત્વરીત તબીબી સારવાર ઉપલબ્ધ કરાવી સહીસલામત ઉર્ગાયા હોવાનુ ચિત્ર આંકડાકિય માહિતી પરથી ઉપસી રહયુ છે.સરેરાશ દરરોજ સાત માણસોને હેમખેમ બચાવનારી ચોવીસ કલાક કાર્યરત આ સેવા હવે ખાસ કરી અંતરીયાળ વિસ્તારના દર્દીઓ માટે સંજીવની સમાન બની રહી છે.
જામનગર સહીત જીલ્લામાં ગત વર્ષ ૨૦૦૮થી જીવીકે ઇએમઆરઆઇ ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાનો પ્રારંભ થયો હતો. જુદી જુદી પાંચ એમ્બ્યુલન્સો શહેરી વિસ્તારોઅને અલીયાબાડા, સિકકા, મોટી ખાવડી, લાલપુર, જામજોધપુર, કાલાવડ, ધ્રોલ અને જોડીયા સહીતના સ્થળો નવ મળીને જુદા જુદા ૧૪ સ્થળો પર ઇએમટી અને પાયલોટ સહીતની ટીમ તૈનાત રહે છે. જામનગર શહેર-જિલ્લામાં ગત જુન-૨૦૧૯ના છ માસના સમયગાળામાં એમ્યુલન્સ સેવાના સ્ટાફે ગંભીર હાલતમાં રહેલા ૧૨૩૩ લોકોને તાકીદે પ્રાથમિક સારવાર સાથે સરકારી હોસ્પીટલ ખાતે ખસેડી જરૂરી સારવારમાં મદદરૂપ બન્યા હતા.શહેર-જિલ્લામાં છેલ્લા ૧૮૦ દિવસોમાં જ આપાતકાલિન સેવાના તબીબી સહીતના સ્ટાફે ૧૨૩૩ લોકોને ત્વરીત ગતિએ પ્રાથમિક સારવાર ઉપરાંત હોસ્પીટલોમાં ખસેડી તેમની જીંદગી બચાવી હતી.જામનગર શહેર-જિલ્લા ઇન્ચાર્જ જયદેવસિંહ જાડેજાના સુપરવિઝન હેઠળ જુદી જુદી ટીમો લોકોને આપાતકાલિન સેવા પુરી પાડી રહી છે.
સિકકામાં થોડા સમય અગાઉ સગર્ભા મહીલાને અધુરા માસે બાળકનો જન્મ થયો હતો.જેના શ્વાસ અને હલનચલન જોવા નહી મળતા પરીવારે તેને મૃત સમજીને દફનવિધિ માટે તૈયારીઓ આદરી હતી.જે વેળાએ જ કોલ મળતા પહોચેલી ૧૦૮ની ટીમને બાળક બેભાન અવસ્થામાં મળ્યુ હતુ.જેની પ્રાથમિક તપાસમાં બાળકના શ્વાસ અને ધબકાર બંધ હતા
જેથી સ્ટાફે તાકીદે કૃત્રિમ શ્વાસ અને સીપીઆર આપતા તેના
શ્વાસ અને ધબકારા ધીરે ધીરે શરૂ થયા હતા જેને ત્વરીત ઝડપેસરકારી હોસ્પીટલમાં ખસેડાયુ
હતુ.૧૦૮ની ટીમની તાત્કાલિક પ્રાથમિક સારવારથી જ બાળક જીવીત રહયાનુ
તબીબોએ પણ જણાવ્યુ
હતુ.