દેશની દ્રષ્ટિ હંમેશ માટે વિકાસની ગતિને આંબવાની જ રહી છે. પરંતુ, આ ગતિને આંબવા માટે પાછળ ઘણાં એવા પ્રશ્ર્નો રહી જતા હોય છે. જે વાસ્તવીક રીતે સામાન્ય લોકોને દ્રષ્ટિ હિન કરી દેતા હોય છે. લોકો દ્વારા પોતાની દ્રષ્ટિને ઉજળી કરવા જેમ ‘ચશ્મા’પહેરવામાં આવે છે તે જ રીતે દેશની પરિસ્થિતિને સુધારવા પણ ‘ચશ્મા’જ ઉપયોગી થશે???
વાત જયારે ‘ચશ્મા’ની કરી એ છીએ ત્યારે દેશમાં લાખો લોકો આંખની તકલીફોથી પરેશાન છે આવા સમયમાં લોકો દ્વારા ઘણી વાર અને વધારે પડતા લોકો પોતાની આ તકલીફને ઉજાગર ન કરતા ચશ્મા પહેરવા પડે તે હેતુથી પોતાની આંખને વધારે તકલીફ પહોચાડતા હોય છે. ડોકટર દ્વારા સુચનો આપ્યા હોવા છતાં પણ દ્રષ્ટિને લઇને લોકો સીરીયટ નથી લેતાં આવા સમયમાં લોકોને દ્રષ્ટિથી કેટલી તકલીફો થાય તે પણ વિચારવા યોગ્ય વાત છે.
આજ દ્રષ્ટિની હીનતાથી લોકો જયારે બાઇક ચલાવતા હોય ત્યારે નાના અકસ્માતોથી પરેશાન હોય છે. શિક્ષકો પોતાને બ્લેક બોર્ડ પર ન દેખાવાની પણ પ્રશ્નોથી પરેશાન થાય છે. આજ માનસીકતાથી લોકો ચશ્મા પહેરવા ટાળે છે પરંતુ આજ ચશ્મા ડ્રાઇવીંગ દરમ્યાન કલીયર વીઝન ને લઇ પોતાનો જ જીવ બચાવી પણ શકે છે.
આજ વાતને જે દેશની આર્થિક પરિસ્થિતિને સમજીએ તો દેશમાં જીડીપી દર વધવાને લઇ આર્થિક મંદીના એંધાણ છે ત્યારે દેશમાં ગરીબોની સંખ્યા પણ વધતી રહી છે. દેશની ગરીબ પોતાનું ભરણ પોષણ કરવા માટે અને પરીવારને સુખી થવા માટે આર્થિક રીતે પોષાય રહ્યો છે.પરંતુ દેશ હીતની વાત કરનાર લોકો આ વાતને સમજવા લાગે છે કે અલગ પ્રકારના જ ચશ્મા ની જરુરીયાત લાગી રહી છે.
જો વાત કરવામાં આવે મજુરોની તો લોકોને રોજબરોજના કામમાં અડચણ રુપ ઉભા થઇ રહી છે. આંખોની તકલીફ ત્યારે કારખાનમાં કામ કરતા, હીરો ઉઘોગ સાથે સંકળાયેલા અનેક લોકો પોતાની આંખની તકલીફને યોગ્ય રીતે ઉકેલી નથી શકતા. તો પોતાના પરિવારની જરુરીયાતોને સંતોષવા માટે સામાન્ય ‚ા ૨૦૦/- ના આવતા ચશ્મા મજુરો ખરીદતા નથી પરંતુ આ ચશ્મા ન પહેરવાની માનસીકતા નજીકના ભવિષ્યમાં આંખોને દ્રષ્ટિ હીનતા તરફ લઇ જઇ રહ્યું છે.
જયારે, વાત કરવામાં આવે ૬૦ વર્ષ અથવા તો તેની આસપાસની ઉમરના લોકોની તો કૃપોષીત આહારને લઇ ઘણા લોકોને બે તાળા અમુક ઉમરે આવી જ જતા હોય છે. અંદાજે ૭૦ ટકા લોકો આ બીમારીથી પીડીતા જોવા મળ્યા છે. ત્યારે યોગ્ય આહારને લોકો એ તે પણ એક જરુરીયાતની વાત છે.
લોકો દ્વારા સારા અને સુદ્રઢ દેખાવા માટે ચશ્મા ન પહેરવાનો આગ્રહ રાખે છે. પરંતુ આજ ટેવ અને સુંદરતાની ધેલકા તેના જ જીવનની આવનારદાને ઓછી કરી રહ્યા છે. હવે વાત થાય ચશ્મા ને આવશ્ય સાથે શું લેવા દેવા તો ચશ્માથી લોકોની દ્રષ્ટિ સુધરે છે અને વાહનો ચલાવનારા લોકોને ઘણી વાર આજ તકલીફને લઇ એકસીડન્ટનું પ્રમાણ પણ વધે છે સાથે જ રાત્રીના ડ્રાઇવ કરતાં લોકોના તારણમાં પણ એજ આવ્યું છે કે દ્રષ્ટિ અથવા તો સામે આવતું વાહનની લાઇટ આંખ પર પડતા જ તેને દેખાતું બંધ થઇ ગયું ને એકસીડન્ટ થયુ. ત્યારે આ સુંદરતાની ધેલછાને ત્યાગી ચશ્મા પહેરવા એ ખરેખર ઉપયોગી છે.
આજ વાતની જાગૃતતા માટે સરકાર દ્વારા પ્રયાસો હાથ ધરવામાં આવવા જોઇએ કે, લોકોને પરવળે તેવી રકમના ચશ્માઓ અને એ પણ આસાનીથી ઉપલબ્ધ થઇ શકે તેવી જગ્યાઓ પર મળી રહે અને ચશ્માનો ઉપયોગ કઇ રીતે લોકો દ્વારા વધે અને જીવહાની છે બચાવી શકાય તે તરફ પણ વિચારવું જરુરી છે.ત્યારે ચશ્મા અને આર્થિક પ્રગતિની વાતને લઇ રીતે જોડી શકાય , લોકોનું જીવન જે એકસીડન્ટ અને અન્ય રીતે હણાય રહ્યું છે તેને રોકવાથી લોકોની જીવન ક્ષમતા વધશે આવરદા વધશે દેશના અર્થતંત્ર પર હાલ જે પ્રાથમીક આરોગ્યનો ખર્ચ છે તે ધટશે અને દેશનો મોટાભાગનો આરોગ્ય લક્ષી ખર્ચમાં ધટાડો થવાની દેશ આર્થિક રીતે પણ આગળ આવશે. ત્યારે આગામી દિવસોમાં દેશવાસીઓ દ્વારા ચશ્માનો ઉપયોગ યોગ્ય રીતે થાય તે પણ જરુરી છે. અને સાથે સરકારને પણ વિકાસ રુપી ચશ્મા ના કાચ પર જે ઝડપની ધુળ ચડી છે તેને ઉતારી યોગ્ય દિશા રુપી ચશ્મા પહેરવાની આવશ્યકતા છે.