આ વર્ષે શ્રાવણ માસ ૨૯ દિવસનો
ગૂરૂપુષ્યામૃત યોગ સાથે ગૂરૂવારથી પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થનાર છે. આ વર્ષે અષાઢ શુદ ચૌદશને બુધવારે ચૌદશ સવારના ૧૧.૫૮ સુધી છે. ત્યારબાદ અમાસ બેશી જાય છે. આથી અમાસ તથા દિવાશાનુ જાગરણ એવ્રત જીવ્રતનું પૂજન તથા બુધવારી અમાસ તા.૩૧ના રોજ ગણાશે
ગૂરૂવારે અમાસ સવારના ૮.૪૩ કલાક સુધી છે.ત્યારબાદ એકમ બેસી જાય છે. આમ પંચાગના નિયમ પ્રમાણે જોતા શ્રાવણ માસનો પ્રારંભ ગૂરૂવારે તા.૧.૮થી થઈ જશે. સાથે ગૂરૂવારે ગૂરૂપુષ્યામૃત યોગ પણ સવારના ૬.૨૦ થી બપોરે ૧૨.૧૧ સુધી છે. આમ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ ગૂરૂપષ્યામૃત યોગથી થશે.આ વર્ષે રક્ષા બંધન અને ૧૫મી ઓગષ્ટ પણ સાથે છે.શનિવારે અમૃતસિધ્ધિયોગમાં કૃષ્ણજન્મ આ વર્ષે ઉજવાશે. તા.૨૪ના દિવસે શ્રાવણ વદ આઠમ છે. અને શની રોહિણી અમૃત સિધ્ધ યોગ સવારે ૬.૨૮થી રાત્રીનાં ૪.૧૬ સુધી છે. આમ કૃષ્ણજન્મ રાત્રે ૧૨ વાગ્યે અમૃતસિધ્ધિ યોગમાં રોહિણી નક્ષત્રમાં ઉજવાશે.
શ્રાવણ વદ અમાસને શુક્રવાર તા.૩૦ના દિવસે શ્રાવણ માસનું સમાપન થશે. આ વર્ષે શ્રાવણ માસ ૨૯ દિવસનો છે. તેમ શાસ્ત્રી રાજદીપ જોષીની યાદીમાં જણાવાયું છે.