રૂ. ૨૫ લાખ વ્યાજે લીધા બાદ માતા-પુત્રી પઠાણી ઉઘરાણી કરી ખેત અને બંગલો લખાવી લેતા બન્નેને તલવારના ઘા ઝીંકી હત્યા કર્યાની કબુલાત
વઢવાણ અને રપનપર ખાતે અલગ અલગ જગ્યાએ માતા-પુત્રીની સનસનાટી ભરી હત્યાના મામલામાં ગણતરીના કલાકમાં જ આરોપીની અટકાયત કરી તપાસ હાથ ધરવામાં આવતા આ બન્ને માતા-પુત્રીની અનેક પ્રકારના ચોંકાવનારી સનસનાટી મચી ગઇ છે. વિગતો બહાર આવતા વઢવાણ મચી ગઇ છે.
વઢવાણ એકાંત અને છેવાડાની જગ્યામાં શનિદેવનું મંદિર આવેલું જયાં વિશાળ જગ્યા ઉપર કબ્જો જમાવી અને મંદીરમાં થતાં આવક અને માતા-પુત્રીના આવળા ધંધા ચાલતા હોવાનું બહાર આવ્યું છે.
સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે શનિદેવના મંદીરમાં જ કનીદેવનું મંદીર આવેલું છે. જયાં ૮૫ વર્ષના વૃઘ્ધા સુર્યાબેન દુલર્ભભાઇ ભટ્ટ અને તેની પુત્રી ભાવુ ઉર્ફે ભાવિકા (ઉ.વ.૪ર) બન્ને માતા-પુત્રી આ જગ્યા ઉપર રહીને મંદીરમાં મહીલા પુજારી તરીકે રહી અને કામકાજ કરતા હતાં.
ત્યારે માતા-પુત્રી અનેક લોકોને ભોગ બનાવ્યા હોવાનું અને તોડપાણી પણ ભેગા મળી કરતા હોવાનું બહાર આવ્યું છે. ત્યારે માતા સુર્યાબેન અને પુતી્ર ભાવીકાના હત્યા વ્યાજ વટાવની વિષ ચર્કમાં વાઝ આવી ગયેલા પરસોતમભાઇ ડોડીયાએ કર્યાનું બહાર આવ્યું છે.પરસોતમભાઇ ડોડીયાએ મૃતક માતા-પુત્રી પાસેથી રૂ. ૨૫ લાખ રકમ વ્યાજે લીધી હતી.
ત્યારે વ્યાજે લીધા બાદ માતા-પુત્રીનો રોફ રુઆબ અને હલકી વાતો ગાળા ગાળી કરી વ્યાજે નાણા લેનાર પાર્ટીને વાઝ લાવી દેવાથી દેવાયેલા હતા.
ત્યારે હત્યા કરનાર વઢવાણ તાલુકાના ટિંબા ગામનો રહેવાસી છે. થોડા જ સમયથી રતનપર ખાતે રામેશ્વર ટાઉનસીટમાં સવારના સમયે પરસોતમ ડોડીયાના નિવાસ સ્થાને આવી અને જેમ તેમ ફાવે તેમ બોલી અને પરસોતમ ડોડીયાને ફડાકા ઝીંકયા અને ટીંબામાં આવેલું ખેતર લખી આપવા માટે ભારે માથા કુટ કરી હતી. ત્યારબાદ પરસોતમ ડોડીયા ભાવિકાનું તલવારના ધા ઝીંકી ઢીમ ઢાળી દેવામાં આવ્યું બાદ પોતાની કાર લઇને સની દેવના મંદીરના પેરીસમા પરસોતમ પહોચ્યો અને થોડીવારની રમઝક બાદ સૂર્યાબેન ભટ્ટ નામની વૃઘ્ધાનું છરીના ચાર ઘા ઝીંકી હત્યા કરી કાર લઇને પ્લાયન થતાનું બહાર આવ્યું હતું.
આ અંગેની હાલ જોરાવરનગર પોલીસ સૂત્રો દ્વારા હત્યાના મામલામાં આપવામાં આવેલી વિગતો અનુસારમાં વઢવાણ તાલુકાના ટીંબા ગામના વતની પરસોતમ ભાલજીભાઇ ડોડીયાએ રતનપર ખાતે આવેલા રામેશ્વર ટાઉનશીપમાં બ્લોક નં.૩૦૪માં રહેતા હતા જયારે જેની હત્યા કરવામાં આવેલી છે. તે આજથી ૧૧ વર્ષ પહેલા પોરબંદરના કુતીયાણા ગામથી આવી વઢવાણમાં શનિદેવનું મંદીર બનાવી વસવાટ કરતી હતી ત્યારે બન્ને માતા-પુત્રી અનેક ભાવિકોને પોતાની વાકછટી ભાષાથી નિશાન બનાવ્યા છે. ત્યારે પરસોતમ લાલજીભાઇ ડોડીયા પણ માતા-પુત્રીની ઓળખાણમા આવ્યા બાદ ‚રૂ. રપ લાખ જમીન મકાન વ્યવસાય માટે વ્યાજે લીધેલ હતા.
ત્યારે રપ લાખનું વ્યાજ દર માસે ‚રૂ. ૨૫ હજાર નિયમીત આપવામાં આવતું હોવા છતાં વારંવાર ઝઘડો કરવો અને મીલ્કત પડાવી લેવા માટે દાદાગીરી કરવામાં આવતા હોવાનું જાણવા મળી રહ્યુ: છે. ત્યારે આ માતા-પુત્રીનો ત્રાસ અસહ્ય વધતા આ ઘટના નિમાર્ણ થવા પામેલ છે.
ત્યારે પુત્રીની હત્યા બાદ માતાના પણ હત્યા કરી અને બાયપાસ પાસે આવેલ પાનના ગલ્લે જઇને પાણીનું પાઉપ પણ પીધું ત્યાજ શંકાના આશરે પોલીસે ધરપકડ કરી લીધેલ હતી.
હું ત્રણ વર્ષ પહેલા શનિદેવના મંદીરે નિયમીત દર્શન માટે જતો હતો. ત્યારે શનિ મંદીરમાં એક યજ્ઞ રાખવામાં આવ્યો હતો ત્યારે ફાળામાં ‚રૂ. ૧૧૦૦ લખાવ્યા હતા. અને જમણ વારમાં પણ ફાળો આપ્યો હતો ત્યાર બાદ આ માતા-પુત્રી સંપર્કમાં આવ્યા અને ઓળખાણ બાદ રપ લાખ જમીન વ્યવસાય માટે વ્યાજે લીધાની પરસોતમ ડોડીયાએ કબુલાત આપી છે.
પરસોતમ ડોડીયાના દિકરો વિજય ડોડીયા વીછીયા તાલુકામં તલાટી છે જયારે નાનો શકિત ડોડીયા ગાંધીનગરમાં કલાસીસ ચલાવતા હોવાનું બહાર આવ્યું છે.
માતા-પુત્રીથી વાઝ આવી ગયેલા પરસોતમ ડોડીયા પાસે બે જ રસ્તા હતા કા મરવું અને કા મારવું આમ આ રીતે નકકી કરીને જ આ માતા-પુત્રીનું થીમ ઢાળી દેવામાં આવ્યું છે.
માતા-પુત્રીને લાખોની કિંમતના મિલ્કત લખી આપવા છતાં માતા-પુત્રીને સંતોષ નો હોવાના કારણે હત્યા કર્યાની કબુલાત આપી છે.
ભાવિકા અને તેની માતાએ ઝડઘો કરી રપ લાખની સામે ધ્રાંગધ્રા તાલુકાના વ્રજપર ગામે આવેલી ૧૦ એકર વાડી પહેલા લખાવી લેવાય હતી. તેમજ માતા-પુત્રીએ બબાલ ચાલુ જ રખાતા મેં મારો રામેશ્વર ટાઉનસીપના ૩૦૩ નંબરનો બગલો પણ લખાવી લીધો હોવાની પરસોતમ ડોડીયાએ કબુલાત આપી છે.