પેરિસની ‘ઓડેક્સ ક્લબ પેરિસિયન’ દ્વારા યોજાતી 1219 કિલોમીટર્સની સાયકલિંગ ઇવેન્ટ છે.રાજકોટ સાઈકલ ક્લબના ચાર રાઈડરો ડો. ખુશ્બુ ડોડીયા, મનીષ કુમાર ચાવડા, રાહુલ ડાંગર, નિલેશ ગોટી PBP (પેરિસ બ્રિસ્ટ પેરિસ) આંતરરાષ્ટ્રીય કક્ષાની સાયક્લિંગ ઇવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે.PBP એ પેરિસની ઓડેક્સ ક્લબ પેરિસિયન દ્વારા યોજાતી 1219 કિલોમીટર્સની સાયક્લિંગ ઇવેન્ટ છે કે જે પેરિસથી શરૂ કરીને 178 જેટલા ગામોમાંથી પસાર થઈને બ્રિસ્ટ સુધી અને ત્યાંથી ફરીથી એ જ રસ્તે પરત પેરિસ સુધીની સાયક્લિંગ ઇવેન્ટ છે. જે નિર્ધારિત 90 કલાકમાં પૂર્ણ કરવાની હોય છે.
આ માટે રાઈડરે કોઈ પણ બાહ્ય મદદ લેવાની હોતી નથી. PBPની શરૂઆત 1891ના વર્ષમાં થઇ હતી કે જેમાં ત્યારે ભાગ લીધેલ 207માંથી 99 રાઇડરોએ આ રાઈડ પૂર્ણ કરી હતી. શરૂઆતમાં દર દસ વર્ષે થતી આ ઇવેન્ટ છેલ્લા અમુક વર્ષોથી દર ચાર વર્ષે યોજવામાં આવે છે, જેમાં ભાગ લેવા દુનિયાના દરેક ખૂણેથી રાઇડરો ઉમટી પડે છે. હાલ 2019ના વર્ષમાં ઓગસ્ટ 18થી 22 વચ્ચે આ રાઈડ યોજાશે કે જેમાં દુનિયાભરના અંદાજિત 7000 જેટલા સાયકલિસ્ટો ભાગ લેશે. રાજકોટ માટે એ ગર્વની વાત છે કે રાજકોટ સાઇકલ ક્લબના 4 રાઈડરો આ ઇવેન્ટમાં ભાગ લેવા જઈ રહ્યા છે. રાજકોટ સાઇકલ ક્લબ એ દરેક સાયક્લીસ્ટને પૂરો સપોર્ટ કરતું ગ્રુપ છે. લોકો સાયક્લિંગમાં વધુને વધુ જોડાય એ હેતુથી આ ક્લબ છેલ્લા ચાર વર્ષોથી દરેક સાઈક્લીસ્ટસને જોડતું આવ્યું છે. જેઓ દરરોજ સવારે 25થી 50 કિમી જેટલી રાઈડનું આયોજન કરે છે.