હાલ થોડા સમય પહેલા જ ટ્રાયના નિયમમાં ઘણા બધા ફેરફાર જોવા મળ્યા હતા.તેવામાં તેના ભાવમાં પણ ઘણો બધો વધારો જોવા મળ્યો હતો.
Telecom Regulatory Authority of India (Trai) દ્વારા ડીટીએચના ટૈરિફ નિયમોમાં થયેલા ઘરખમ ફેરફારો પછી મોટાભાગના વપરાશ કર્તાઓનું ચેનલ બિલ પહેલાની સરખામણીએ વધી ગયુ છે. નવા ટૈરિફના નિયમો લાગૂ થયાના ત્રણ મહિના પછી ટ્રાઈ યૂઝર્સ ટૈરિફને ઘટાડવા માટે આ દિશામાં કામ કરવા જઈ રહ્યા છે.
હવે તમે તમારા ચેનલને પહેલા જ કેલ્ક્યુલેટ કરી શકશો. ટ્રાઈ યૂઝર્સ માટે વેબ એપ્લિકેશન લઈને આવ્યુ છે આ એપ્લિકેશનની મદદથી યૂઝર પોતાના ડીટીએચ ઓપરેટરની વેબસાઈટ કે મોબાઈલ એપ પર ચેનલ પેક્સની યાદી આપવામાં આવી છે.
નવી ચેનલ પેકને પસંદ કરવા માટે ટ્રાઈ યૂઝર્સ માટે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ એપ્લિકેશન ટ્રાઈની વેબસાઈટ પર ઉપલબ્ધ છે.
તેમની આ એપ્લિકેશન દ્વારા લોકો સાચી કિંમત બીલની જાણી શકશે અને તેની મદદ થી લોકો ચેનલની પસંદગી કરી શકશે.