મેડિકલ કોલેજથી રેલીનું આયોજન: કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવશે
ગુજરાત રાજયભરમાં સરકાર સામેની પડતર માંગણીનાં પ્રશ્ર્ને રાજયભરનાં તબીબી શિક્ષકો અચોકકસ મુદત પરની હડતાલનું એલાન કરવામાં આવ્યું છે. જેનાં ભાગરૂપે આજરોજ રાજકોટ મેડિકલ કોલેજ ખાતે કોલેજનાં તબીબી શિક્ષકો દ્વારા કેમ્પસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં તબીબી શિક્ષકો જોડાયા હતા. આગામી ૧લી ઓગસ્ટથી હડતાલમાં રાજયની ૬ સરકારી અને ૮ જીએમઈઆરએસ મેડિકલ કોલેજનાં તબીબી શિક્ષકો જોડાશે.
લાંબા સમયથી તબીબી શિક્ષકમાં ન થતી ભરતી અને બઢતીનાં પ્રશ્ર્ને તથા રાજયભરનાં ચાર લાખ સરકારી કર્મચારીને સાતમાં પગારપંચ લાગુ થયા હોય અને રાજયનાં ૨૦૦૦ જેટલા તબીબી શિક્ષકોને સાતમાં પગારપંચ જેવી માંગણી સાથે આજરોજ કેમ્પસ રેલી બાદ સોમવારે કલેકટરને આવેદન પત્ર પાઠવ્યા બાદ ૧લી ઓગસ્ટથી અચોકકસ મુદતની હડતાલ કરવામાં આવશે. હડતાલ દરમિયાન ઈમરજન્સી સેવાઓ ચાલુ રાખવામાં આવશે. ઘણા સમયની સરકાર સામેની પડતર માંગણીઓનાં પ્રશ્ર્ને રાજયભરની ૬ સરકારી તથા ૮ જીએમઈઆરએસ કોલેજનાં ૨૦૦૦થી પણ વધુ તબીબી શિક્ષકો અચોકકસ મુદતની હડતાલ કરવામાં આવશે ત્યારે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજ કેમ્પસ ખાતે બહોળી સંખ્યામાં મેડિકલ કોલેજનાં પ્રોફેસરોએ કેમ્પસ રેલીનું આયોજન કર્યું હતું. રેલી દરમિયાન તબીબી શિક્ષકોએ સુત્રચાર કરી પોતાની માંગણીઓ રજુ કરી હતી. જયારે સોમવારે રાજકોટ મેડિકલ કોલેજનાં તબીબી શિક્ષકો કલેકટર ખાતે આવેદન પાઠવવામાં આવશે. ૧લી ઓગસ્ટથી શરૂ થનાર અચોકકસ મુદતની હડતાલનાં પડઘા પુરા રાજયભરની સરકારી અને જીએમઈઆરએસનાં તબીબી શિક્ષકો સાથે રેસીડેન્ટ ડોકટરો પણ જોડાશે.
અબતક સાથેની વાતચીતમાં રાજકોટ મેડિકલ કોલેજનાં તબીબી શિક્ષક ડો.ઉમેદ પટેલે જણાવ્યું હતું કે, પડતર માંગણીને લઈ સરકારને અનેક રજુઆત કરવામાં આવી હતી. જેનાં પગલે તબીબ શિક્ષકો આંદોલન પર જઈ રહ્યા છે. ૧લી ઓગસ્ટથી અચોકકસ મુદતની હડતાલ કરવામાં આવશે. રાજકોટ મેડિકલ કોલેજ ખાતે તેનાં ભાગરૂપે કેમ્પસ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જયારે સોમવારે મેડિકલ કોલેજથી કલેકટર ઓફિસે રેલી યોજી આવેદનપત્ર પાઠવવામાં આવશે. સરકાર પાસે સેવા વિશેેક માંગણીઓ છે કે જેમાં નવા તબીબ શિક્ષકોની ભરતી કરવામાં આવતી નથી અને તબીબ શિક્ષકોની બઢતી પણ કરવામાં આવતી નથી. તબીબોની પણ ખુબ અછત છે. ૨૦૧૬ સરકારનાં ૪ લાખ કર્મચારીઓને સાતમું પગારપંચ આપવામાં આવ્યું છે પરંતુ મેડિકલ કોલેજનાં ૨૦૦૦ જેટલા શિક્ષકોને સાતમાં પગારપંચ અને એનપીએલ મળેલુ નથી. જેનાં ભાગરૂપે આજરોજ રેલીનું આયોજન બાદ સોમવારે કલેકટરને આવેદનપત્ર અને ત્યારબાદ ૧લી ઓગસ્ટથી અચોકકસ મુદતની હડતાલ કરવામાં આવશે.