પરમ સમાધિજી મહાસતીજીનો ૨૪મો ઉપવાસ, પૂજ્ય પરમ પ્રભુતાજી મહાસતીજીને ૨૪મો ઉપવાસ તા નૂતન દીક્ષિત પૂજ્ય પરમ સ્વમિત્રાજી મહાસતીજી ૧૩મો ઉપવાસ
જૈન દૃર્શનમાં તપને અનેરૂ અને આગવું સ્થાન આપવામાં આવ્યું છે. અનંત ઉપકારી પ્રભુ મહાવીરસ્વામી મોક્ષમાં જતાં-જતાં અંતિમ દૃેશના શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં “તપો માર્ગ નામનું ૩૦મું અધ્યયન આપતાં ગયાં. આગમકાર ભગવંતોએ શાસ્ત્રોમાં ઠેર-ઠેર તપ ધર્મનો મહિમા અપરંપાર વર્ણવ્યો છે. સાધક આત્મા પ્રભુને પ્રશ્ન પૂછે કે, હે પરમાત્મન! દીક્ષા અંગીકાર કરીને કરવાનું શું?
કરૂણાસાગર પ્રત્યુત્તર આપતાં ફરમાવે કે, હે જીવાત્મન પંચ મહાવ્રત અંગીકાર કરી તારા આત્માને સંયમ અને તપમાં જોડી દેજે. આ આગમ વાક્યને ચરિતાર્થ કરવા તત્પર બનેલ કોલકત્તા-પારસધામ ખાતે રાષ્ટ્રસંત પૂજ્ય નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યમાં પૂજ્ય પરમ સમાધિજી મહાસતીજી તથા પૂજ્ય શ્રી પરમ પ્રભુતાજી મહાસતીજીને આજરોજ ૨૪મો ઉપવાસ છે તથા નૂતન દૃીક્ષિત પૂજ્ય શ્રી પરમ સ્વમિત્રાજી મહાસતીજીને ૧૩મો ઉપવાસ છે.
અત્રે નોંધનિય છે કે, નૂતન દૃીક્ષતિ પૂજ્ય પરમ સ્વમિત્રાજી મહાસતીજીને સંયમ પર્યાયનું હજુ એક વર્ષ પણ પરિપૂર્ણ થયેલ નથી. માત્ર આઠ જ મહિના દૃીક્ષા અંગીકાર કર્યા ને થયાં છે અને તેઓ ઉગ્ર તપની ઉપાસના કરી રહેલ છે. રાજકોટ શેઠ પરિવારની આ દૃીકરી દોમ-દોમ સાહ્યબીમાં ઉછરેલી છે. પાણી માંગે અને દૃૂધના કટોરા હાજર થાય એમ નહીં પરંતુ પાણી પણ માંગવું જ ન પડે. થોડી થોડી વારે તૃષા તૃપ્ત કરવા સૌ હાજર જ થઇ જતાં એવા શ્રેષ્ઠીવર્ય સંજયભાઇ કાંતિભાઇ શેઠને ત્યાં ઉછરેલી આ દૃીકરી છે. એટલે જ દશવૈકાલિક સૂત્રમાં આગમકાર ભગવંત ફરમાવે છે કે, ભોગ સુખની તમામ સામગ્રી હાજર હોય અને એનો ત્યાગ કરે તેને ત્યાગી કહેવાય છે.
કોલકત્તા બિરાજમાન પૂજ્ય પરમ વિરક્તાજી મહાસતીજીએ ૧૭ ઉપવાસ કરી પારણું કરેલ છે. રાજકોટ ચાતુર્માસમાં પૂજ્ય પરમ વિરક્તાજી મહાસતીજીએ ૩૧ ઉપવાસની ઉગ્ર તપ-સાધના કરેલ. અત્રે નોંધનીય છે કે તેઓને ભારે ડાયાબિટીસ રહે છે, પરંતુ મનોબળ ભગવાન મહાવીર જેવું મજબુત અને મક્કમ છે.
ગત ચાતુર્માસમાં એક પૂજ્ય પરમ મહાસતીજીએ પોતાના ઉદૃ્બોધનમાં સુંદૃર વાત કરેલ કે, સ્કૂલમાં અભ્યાસ કરતાં હતાં ત્યારે મનગમતાં વિષયમાં ઉપર વધારે ધ્યાન આપી તેમાં વધુમાં વધુ માર્ક મેળવી લેતાં હતાં અને જ્યારે થોડો ન ગમતો વિષય હોય ત્યારે તેનું બેલેન્સ થઇ જતું. એમ પ્રભુએ સમ્યક્જ્ઞાન, દૃર્શન, ચારિત્ર અને તપ એ મોક્ષ માર્ગ બતાવેલ છે. તેમાં કોઇ આત્મા જ્ઞાનની સુંદર આરાધના કરી રહેલ છે, તો કોઇ આત્મા તપની ઉપાસના કરી રહેલ છે.