મુંબઈમાં ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારમાં સ્થિતિ ખૂબ જ ખરાબ બની ગઈ છે. લોકલ ટ્રેન સેવાને પણ અસર થઈ છે. સાત ફ્લાઈટને રદ્દ કરાઈ, 17 ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ છે. હવામાન વિભાગે હજુ 24 કલાક દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને લોકોને ઘરની બહાર ન નિકળવાની સલાહ આપવામાં આવી રહી છે.
મુંબઈ પોલીસે લોકોને વિનંતી કરી છે તેઓ ભારે વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં ન જાય.સમુદ્રથી દૂર રહે.કોઈ પણ મદદ માટે 100 નંબર ઉપર ફોન કરે. એરપોર્ટના અધિકારીઓએ કહ્યું છે કે વિઝિબિલિટી ઓછી થવાના કારણે ફ્લાઈટ્સને અસર પડી રહી છે. મુંબઈ, થાણે, પાલઘરમાં 26થી 28 જુલાઈ સુધી રેડ એલર્ટ જાહેર કરાયું છે.