ચોમાસાની ઋતુ વૃક્ષારોપણ માટેની ઉત્તમ ઋતુ હોય ત્યારે મોરબીમાં વૃક્ષોના વાવેતરનું અભિયાન વેગવંતુ બની રહ્યું છે જેમાં સિરામિક ફેકટરીઓ પણ આગળ પડતી જોવા મળે છે મોરબી નજીક આવેલ સેઝ વિટ્રીફાઈડ, ગીતા સિમેન્ટ પ્રોડક્ટ અને સેઝીટો સિંક ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
મોરબીમાં વૃક્ષારોપણ પ્રવૃત્તિ, સેઝ વિટ્રીફાઈડ-ગીતા સિમેન્ટ પ્લાન્ટમાં વૃક્ષોના વાવેતર
મોરબીના જેતપર પીપળી રોડ પર આવેલ સેઝ વિટ્રીફાઈડ પ્રા. લી. ફેક્ટરીમાં સંચાલકોના માર્ગદર્શન હેઠળ વૃક્ષારોપણ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૧૨૦૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું તે ઉપરાંત મોરબી-રાજકોટ બાયપાસ ભરતનગર પાસે આવેલ ગીતા સિમેન્ટ પ્રોડક્ટ ખાતે પણ ૩૦૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું તદુપરાંત ટંકારા નજીક આવેલ સેઝીટો સિંક ખાતે પણ ૨૫૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અને વિવિધ ફેક્ટરી દ્વારા વૃક્ષારોપણ કરીને તેનું જતન કરવાનો સંકલ્પ કરવામાં આવ્યો છે ફેક્ટરી કમ્પાઉન્ડમાં વૃક્ષોનું વાવેતર કરીને ફેક્ટરી સંચાલકોએ અન્યને પણ પર્યાવરણ જતનનો સંદેશ પૂરો પાડ્યો છે.