પોતાના વિસ્તારની શાળાની મુલાકાત લઇ શિક્ષકો સાથે વાતચીત કરી શૈક્ષણિક કાર્યો અને મૂંઝવતા પ્રશ્નો અંગે ચર્ચા કરી
વર્તમાન સમયમાં કોઈ પણ ચુટણી પત્યા પછી જનતા સાથે કોણ તું અને કોણ હું જેવો ઘાટ જોવા મળે છે પરંતુ હાલ આ કથન ખોટુ ઠેરવતી વાત સામે આવી છે જૂનાગઢ મહાનગરપાલિકા ચૂંટણી પરિણામો આવ્યા બાદ ચૂંટાયેલા નગરસેવકોના મુખ્યમંત્રી તેમજ પ્રદેશ પ્રમુખના હસ્તે સન્માન તેમજ શપથવિધિ પત્યા પછી પોતપોતાના વિસ્તારમાં નગરસેવકોએ પ્રજાની સેવાની ધુરા સંભાળી છે પરિણામ વખતે વોર્ડ નંબર ૧૫ બહુચર્ચિત વોર્ડ હતો જૂનાગઢના કહેવાતા ધુરંધર રાજકીય આગેવાનો આ વિસ્તારમાંથી ચૂંટણી લડી રહ્યા હતા તે તમામને પછાડી ભાજપની પેનલે આ વિસ્તારમાં ભવ્ય વિજય મેળવ્યો હતો લોકોએ મૂકેલા વિશ્વાસને બિરદાવી સ્થાનિક નગરસેવકે સેવાની વિધિવત શરૂઆત થાય તે પહેલાજ પોતાના પછાત વિસ્તાર ની શાળામાં જઈ બાળકોને ભોજન કરાવી સેવાની શરૂઆત કરી હતી. આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જુનાગઢ મહાનગરપાલિકા વોર્ડ નંબર ૧૫ ના ઉમેદવાર બ્રિજેશા બેન સંજયભાઈ સોલંકી પોતાના વોર્ડ નંબર ૧૫ની ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંંબેડકર પ્રાથમિક શાળાએ ગઈકાલે બપોરના સુમારે તેમની ટીમ સાથે પહોંચ્યા હતા સ્કૂલના બાળકોને ભરપેટ ભાવતા ભોજન પોતાના હાથે પીરસી સેવાની શરૂઆત કરી હતી આગામી મહાનગરપાલિકા મળનાર જનરલ બોર્ડ બાદ વિધિવત તમામ હોદ્દેદારોની સેવાઓ શરૂ થવાની છે તયારે સેવા માટે થનગનતા નગરસેવક પોતાના વિસ્તારની સાંઈ મુલાકાત લઈ શિક્ષકો સાથે બાળકોના અભ્યાસ અંગે ચર્ચાઓ કરી દ્રષ્ટાંતરૂપ અને સરાહનીય કામગીરીની શરૂઆત કરી હતી સાથે નગરસેવિકાના પતિ અને તેમની ટીમ આ સેવાકાર્યમાં જોડાઈ હતી સ્કૂલની મુલાકાત વખતે સ્કુલ તેમજ શિક્ષકોના કાર્યોથી પ્રભાવિત થઈ સરકારી શાળામા ભણાવાતા ગુણવત્તાયુક્ત અભ્યાસક્રમથી પ્રભાવિત થઈ આગામી સમયમાં સ્કૂલની તમામ જરૂરિયાતો સરકારમાં રજૂઆતો કરી અથવા પોતાના તરફથી પૂર્ણ કરવા ખાતરી આપી હતી.