રૂ.૫૦ હજારના રૂ.૧.૩૦ લાખ માગી સોનાના દાગીના અને બાઈક પડાવી લેતા કેશોદના આંબાવાડીના યુવાને આજી ડેમના બગીચામાં ઝેરી ટીકડા ખાધા
રાજકોટના નાના મવા સર્કલ પાસે દવાની કંપનીમાં નોકરી કરતા યુવાને વચ્ચે પડી મામાના સાળાને ઉંચા વ્યાજે રૂ.૫૦ હજાર વ્યાજખોર પાસેથી લેવડાવ્યા બાદ વ્યાજખોરોએ જામીન પડેલા યુવાન પાસે પઠાણી ઉઘરાણી યુવાને કંટાળી જઈ ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરવાની કોશિષ કરતા વ્યાજખોરો સામે પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
બનાવ અંગેની વિગત મુજબ કેશોદના આંબાવાડી ગામનો વતની અને હાલ રાજકોટમાં રાજનગર ચોક પાસે રાધાનગર શેરી ૪માં ભાડાના મકાનમાં રહેતો અને દવાની કંપનીંમાં નોકરી કરતો જૈનીશ જગદીશભાઈ કારીયા ઉ.૨૫ નામના લોહાણા યુવાને અગાઉ તેના મામાના સાળાને પોતાની સાથે નોકરીકરતા મોહિત બશીયા નામના શખ્સ પાસેથી ઉંચા વ્યાજે રૂ.૫૦ હજાર જામીન પડી લેવડાવ્યા હતા કોઈ કારણોસર મામાનો સાળો વ્યાજની રકમ નહિ ભરી શકતા વ્યાજખોર મોહિત બસીયાએ યુવાનને નાનામવા રોડ પર બોલાવી તેની પાસે પઠાણી ઉઘરાણી કરી બાઈક તથા સોનાના દાગીના પડાવી લઈ કહેલ કે રૂ.૧.૩૦ લાખ આપી જજે અને તરી વસ્તુ લઈ જજે તેમ કહેતા યુવાનને વ્યાજખોરના ત્રાસથી કંટાળી જઈ આજીડેમનાબગીચામાં જઈ ઝેરી ટીકડા ખાઈ આપઘાત કરવાનો પ્રયાસ કરતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.
બનાવના પગલે આજી ડેમ પોલીસે યુવાનની ફરિયાદ નોંધી
વ્યાજખોર મોહિત બશીયાની શોધખોળ આદરી છે.