વધતી જતી ગરમીના પ્રમાણમાં અને સતત વધતું માનસીક તણાવમાંથી હવે તમને બચાવશે આ એ.સી. કે જે તમારા કપડામાં ફીટ થઇ જશે
ટેકનોલોજીની આ દુનિયામાં અવાર નવાર નવા નવા વૈજ્ઞાનિક ઉપકરણોનો આવિષ્કાર કરતા રહે છે. જયારે ઉપકરણ એવું બનાવવામાં આવ્યું છે. તમારા શર્ટ અને ટીશર્ટમાં બેટરીથી ચાલકુ એ.સી. ફીટ કરી શકશો કે જે હરતું ફરતું રહેશે અને આપને ઠંકડનો અહેસાસ કરાવશે.
દુનિયાની હાલની પરિસ્થિતિ જોઇએ તો ગરમીનું પ્રમાણ દિવસેને દિવસે વધતુ જાય છે. અને આને લીધે જ મનુષ્ય સહિત પોતાની ગરમીમાંથી ઠંડક મેળવવા પાણી અથવા તો ઠંડકમાં બેસી શકે છે. પરંતુ માણસ માટે આ શકય નથી સતત પ્રવૃતિશીલ જીવ તરીકે જાણીતા એવા મનુષ્યોના શરીર પર ગરમીની વિપરીત અસર થતી જ રહે છે.૭૫મીની અસરથી લોકોમાં રોગનું પ્રમાણ પણ વઘ્યું છે. જેમ કે બ્લડપ્રેસરને લગતી બીમારી, શારીરીક નબળાઇ અને અન્ય બિમારી છે જે મુખ્યત્વે હાર્ટ સાથે સંકળાયેલ છે. જે માટે લોકો ઠંડકની અવાર નવાર માંગ કરતા હોય છે. પરંતુ ગાડીમાં વપરાતા એ.સી. અને ઘરમાં વપરાતા એ.સી. એ શકય નથી કે લોકો ગાડીમાં અને ઘરમાં એ.સી.માં બેસીને કામ કર્યા કરે ત્યારે ટેકનોલોજીના આવિષ્કાર સમા નજીકના સમયમાં જ આ એ.સી. આપ આપના કપડામાં લગાવી શકશો.
આ એ.સી. ખાસ ટેકનોલોજીથી ભરપુર છે. જેને ‘વીયરેબલ એર કંડીશનર’તરીકે કહેવામાં આવે છે. આ એ.સી.ને એક વખત બે કલાક ચાર્જ કરવાથી તેની બેટરી ૯૦ મીનીટ સુધી એ.સી. ચલાવી શકશે સાથે જ તેની કિંમતની વાત કરે એ તો ઘરમાં અને કાર એસી માટે હજારો થી લાખો ખર્ચવા પડે છે. ત્યારે આ એ.સી. અંદાજે ૯૨૦૦/- માં જ નજીકના ભવિષ્યમાં ઉપલબ્ધ થશે.
સામાન્ય લોકો કે જે આખો દિવસ બજારમાં ઘરથી બહાર રહીને કામ કરે છે. તેવા લોકો માટે વિયટેબલ એસી એક આવિષ્કાર રુપ સાબીત થશે આ એસીથી લોકોની તંદુરસ્તી અને સાથે હ્રદય રોગનું પ્રમાણ જે વધી રહ્યું છે તે પણ ધટશે એકંદરે વાત કરવામાં આવે તો આ એસીથી લોકોનું સ્વાસ્થય જાળવવામાં ઉપયોગી સાબીત થશે.
આ એસીની ખાસીયત એવી છે તેની સાથે ફેરવવું એકદમ સરળ છે. કારણ કે આ એસી મોબાઇલ ની સાઇઝ કરતા પણ નાનુ છે. જેથી તે પોકેટ એટલે કે ખીસ્સામાં સમાય શકે એટલું છે. ખાસ ટેકનોલોજીથી બનાવેલ આ એ.સી. મોબાઇલ દ્વારા પણ ઓપરેટ કરી શકાશે. સાથે જ તેને એવી રીતે બનાવવામાં આવ્યું છે. તે વાતાવરણની ગરમીને આપમેળે માપી પોતાનું ટેમ્પરેચર કંટ્રોલ કરી શકે છે. જેથી લોકોને ગરમી ઓછી અનુભવ થાશે.
ત્યારે આ એ.સી. ની શોધ બાદ જોવાનું રહ્યું કે, આગામી દિવસોમાં આ ટેકનોલોજી કયા સ્વરુપે અને લોકોને કેટકેટલાય ઉપયોગી નિવડશે સાથે જ જેમ ટેકનોલોજીનો ઉપયોગ દિવસેને દિવસે વધતો જાય છે. ત્યારે એ પણ ખાસ ઘ્યાન રાખવું જરુરી છે. કે આ ટેકનોલોજી વાતાવરણને નુકશાનકારક સાબીત ન થાય પરંતુ એક વાત તો ખરી જ કે આ પહેરી શકાય તેવું એસીએ લોકો માટે ખરેખર ઉપયોગી સાબીત થશે.