હવે પેટીએમ આપશે ઇન્સ્ટન્ટ લોન હવે એમએસએમઇ અને સ્વયં કર્મચારીઓને મળશે સરળતાથી લોન , આ ભાગીદારી હેઠળ એમએસએમઇ અને સ્વ રોજગારીવાળા લોકોને લોન આપવામાં આવશે.પેટીએમનું સંપૂર્ણ ધ્યાન પોતાનો વ્યવસાય કરતા અને પહેલી વાર લોન લેનારાઓ પર છે. પેટીએમએ ક્લિક્સ ઉપરાંત, ટાટા કેપિટલ અને ઇન્ડિફાઈ સાથે પણ કરાર કર્યો છે.
ડિજિટલ પેમેન્ટ ઇકોસિસ્ટમને સરળ બનાવવા માટે વિજય શેખર શર્માએ 2010 માં પેટીએમની શરૂઆત કરી હતી. ક્લિક્સ કેપિટલ સર્વિસ પ્રાઇવેટ લિમિટેડની શરૂઆત 1994 માં થઈ હતી. ક્લિક્સનું મુખ્યાલય હરિયાણાના ગુરુગ્રામમાં છે.