સ્વિત્ઝરલેન્ડ સરકાર સાથે ઓટોમેટીક એકસચેન્જ ઓફ ઈન્ફોર્મેશનની અમલવારીને આખરી ઓપ
છેલ્લા લાંબા સમયથી સ્વીસ બેંકમાં પડેલા ભારતીયોના કાળાનાણાની વિગતો મેળવવા માટે કેન્દ્ર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ત્યારે હવે સ્વિત્ઝરલેન્ડ ઓટોમેટીક એકસચેન્જ ઓફ ઈન્ફોર્મેશન માટે તૈયાર થયું છે. જેથી ભારતને સ્વીસ બેંકના ખાતાઓ બાબતે વિગતો મળી રહેશે.
સ્વીસ ફેડર કાઉન્સીલે ઓટોમેટીક એકસચેન્જ ઓફ ઈન્ફોમેશનની અમલવારી ટુંક સમયમાં કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, સ્વીસ બેંક દ્વારા જે વિગતો ભારતને પુરી પાડવામાં આવે તે વિગતોની પુરતી સુરક્ષા રાખવી. તેમજ કોઈપણ ત્રાહિત પક્ષને આ ખાતાઓની વિગતો પુરી પાડવી નહીં. આ બાબતે ભારત સરકાર પણ ટુંક સમયમાં માહિતીની આપ-લે શ‚ કરવાની તારીખ જાહેર કરશે.
ત્યારબાદ સ્વીસ બેંકમાં કાળાનાણા ધરાવતા ભારતીય ખાતેદારોની વિગતો મળી શકશે. છેલ્લા લાંબા સમયના પ્રયાસો બાદ અંતે નરેન્દ્ર મોદી સ્વીસ બેંકમાં પડેલા કાળાનાણાની તિજોરી તોડવામાં સફળ થયા છે.
વિગતોની આપ-લેથી કરચોરી કરીને વિદેશમાં કાળુનાણુ મોકલતા ભારતીયો હવે ઝપટે ચડશે. આ ઉપરાંત આવા ખાતેદારો સામે કડક કાર્યવાહી પણ શ‚ કરવામાં આવશે. ઓકટોબર ૨૦૧૪માં ભારતના પ્રયાસો સફળ થતા સ્વીત્ઝરલેન્ડ બેંક એકાઉન્ટની વિગતો આપવા માની ગયું હતું અને આ બાબતે નિયમોનું માળખુ ઘડવા કવાયત આદરી હતી. ત્યારે હવે આ કરારને આખરીઓપ અપાઈ ગયો છે. નોટબંધી દ્વારા ભારતમાં રહેલા કાળાનાણા ઉપર સર્જિકલ સ્ટ્રાઈક કર્યા બાદ હવે વિદેશમાં રહેલા કાળાનાણા ઉપર પણ કાર્યવાહી જ‚ર થશે અને આવા ખાતેદારોને ભીંસમાં લેવામાં આવશે.