ધીમી ચાલથી ડાયાબિટીસ, પગનાં દુ:ખાવા, શ્વાસ લેવામાં તકલીફ સહિત અનેક સમસ્યાનો લોકોએ કરવો પડે છે સામનો
અમેરિકન જીરીયેટીક સોસાયટી દ્વારા એક જર્નલ બહાર પાડવામાં આવ્યું છે કે ચાલવાની રીત પણ ભવિષ્યની સમસ્યાનાં સંકેતો લોકોને આપી શકે છે. એટલે કે માનવ જાત જયારે ચાલ એટલે કે ચાલતા હોય છે ત્યારે તેમની રફતાર પણ એટલી જ મહત્વની હોય છે. થોડા લોકો તીવ્ર ગતિથી ચાલતા હોય તો થોડા લોકો સાવ ધીરે ચાલતા હોય ત્યારે સર્વેમાં એ વાત સ્પષ્ટપણે માનવામાં આવી રહી છે કે, જે લોકો સૌથી ધીમે ચાલે છે એટલે કે જાણે હંસ ચલે કૌવે કી ચાલ તેમ લોકોનાં સ્વાસ્થ્ય વિશે પણ ચાલવાની રીત ખુબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
યુ.એસ.ની પીટર્સબર્ગ યુનિવર્સિટીનાં સંશોધકો દ્વારા માહિતી મળી રહી છે કે, લોકોએ ચાલવાની રીત પહેલા સમજવી જોઈએ અને ત્યારબાદ ચાલવાનું શરૂ કરવું જોઈએ. ધીમુ ચાલવાથી લોકોને અનેકવિધ પ્રકારની બિમારીઓ આવનારા સમયમાં થતી જોવા મળે છે. જેમાં ડાયાબીટીસ, પગનાં દુ:ખાવા, શ્વાસ લેવામાં તકલીફ પણ થતી જોવા મળે છે. જે કોઈ વ્યકિત ચાલવાની ક્રિયા કરતા હોય એટલે કે કસરત કરતાં હોય અને જો તે હતાશ જોવા મળે તો તેનું એકમાત્ર કારણ જે રિસર્ચ એટલે કે સંશોધનમાં બહાર આવ્યું છે તે એ છે કે તેમની ધીમી ચાલ જ કારણભુત હોય. સંશોધકોનાં જણાવ્યા અનુસાર સર્વેમાં કુલ ૩૩૭ સભ્યોને સર્વેમાં આવરી લેવામાં આવ્યા હતા જેમાં મુખ્યત્વે લોકોની વય ૭૦ થી ૭૯ વર્ષ વચ્ચેની હતી અને તેમની મધ્યમ ચાલની ગતિનાં કારણે તેઓને ચાલવામાં સહેજ પણ તકલીફ અનુભવાતી નથી ત્યારે અંતમાં નિષ્કક્ષ એ વાતનો આવે છે કે, ધીમી ચાલ સ્વાસ્થ્ય પર ખરાઅર્થમાં અસરકારક છે ત્યારે મધ્યમ ગતિની ચાલ સ્વાસ્થ્ય માટે અનુકૂળ છે.