ભાજપી નેતાઓ કમલનાથ સરકારને ઉથલાવવાની વાતો કરી રહ્યા છે ત્યારે, કોંગ્રેસે ભાજપના બે ધારાસભ્યોને ખેડવીને ‘૫હેલો ઘા રાણા’નો તે પુરવાર કર્યુ
તાજેતરમાં કર્ણાટકની કુમારસ્વામી સરકારનું પતન કરાવીને ભાજપે મોટી રાજકીય જીત મેળવી છે જે બાદ ભાજપી નેતાઓ દ્વારા મઘ્યપ્રદેશ અને રાજસ્થાનથી પાતળી બહુમતિવાળી કોંગ્રેસ સરકારોને તોડવા માટે તજવીજ થઇ રહી છે. ત્યારે વળતા જવાબમાં મઘ્યપ્રદેશ માં કમલનાથની કોંગ્રેસ સરકારે ભાજપના બે ધારાસભ્યોને પોતાની તરફ ખેંચી લીધા છે. ભારે રાજકીય આશ્ર્ચર્ય જગાડનારી આ ઘટનામાં મૂળ કોંગ્રેસના પરંતુ ચૂંટણી પહેલા ભાજપમાં ભળીને ચુંટાયેલા બન્ને ધારાસભ્યોએ પુન: કોંગ્રેસી છાવણીમાં પરત ફરીને વિધાનસભામાં એક ખરડો પસાર કરતી વખતે કમલનાથ સરકારનું સમર્થન આપ્યું હતું.
મઘ્યપ્રદેશના પૂર્વ કોંગ્રેસી એવા ભાજપના ધારાસભ્યો નારાયણ ત્રિપાઠી અને શરદ કૌર વિધાનસભામાં મઘ્યપ્રદેશ એમેમેન્ડ બીલ-૨૦૧૯ ફોજદારી ધારાની તરફેણમાં મતદાન કરીને આશ્ર્ચર્ય સર્જયું હતું.
વિધાનસભામાં ભાજપના વિપક્ષ નેતા ગોપાલ ભગાર્વએ કલમનાથથી સરકાર સામે ર૪ કલાકમાં ઉથલાવવાની વાત કરી હતી. જો કેન્દ્રની નેતાગીરીનો હુકમ મળશે તો કર્ણાટકમાં કોંગ્રેસ અને જનતા દળ એસ ગઠબંધનની સરકાર પડી ભાંગ્યા બાદ ગોપાલ ભાગર્વે કરેલા નિવેદન બાદ ભાજપના બે ધારાસભ્યોએ કોંગ્રેસ સરકારને સમર્થન આપતા સોંપો પડી ગયો હતો.
વિધાનસભામાં મતદાન દરમિયાન ફોજદારી ધારાને ૧રર ધારાસભ્યોનું સમર્થન મળ્યું હતું. ૨૨૩ સભ્યોની વિધાનસભામાં સ્પીકર એ.પી પ્રજાપતિ સહીત ૧ર૧ ધારાસભ્યો જ કોંગ્રેસને સમર્થન હતું. અલબત સ્પીકરે મતદાનમાં ભાગ લીધો ન હતો અલબત સંખ્યાની દ્રષ્ટિએ કોંગ્રેસના ૧૨૦ ધારાસભ્યોનું સમર્થન મળે તેવી સ્થિતિમાં ભાજપના બે ધારાસભ્યોએ પણ આ ખરડાને સમર્થન આપ્યું હતું.
કોંગ્રેસ સરકારના સમર્થનમાં મેદાનમાં ઉતરેલા ત્રિપાઠી અને કોલે જણાવ્યું હતું કે, વિધાનસભામાં પાતળી બહુમતિ ધરાવતા કમલનાથ સરકારને રાજયના હિત અને વિકાસ માટે તેઓ સમર્થન આપી રહ્યા છે. કમલનાથે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતું કે ભાજપ દરરોજ કહે છે કે અમે લધુમતિમાં છીએ અને ગમે ત્યારે સરકાર પડી શકે છે. તેવી સ્થિતિમાં મતદાન દરમિયાન ફોજદારી ધારા માટે ભાજપના ધારાસભ્યો એ જ અમારી સરકારના સમર્થનમાં મતદાન કર્યુ એ અમારું નૈતિક વિજય છે.
ભાજપના જે ધારાસભ્યો મતદાનમાં કોંગ્રેસના સમર્થનમાં રહ્યા હતા તે ત્રિપાઠી મયહાર અને કોલ બ્યુહારમાંથી ચુંટાયા છે. બન્ને ધારાસભ્યોએ પોતાના મત વિસ્તારના વિકાસ માટે નાથ સરકારના સમર્થનમાં મતદાન કર્યુ છે. બન્ને ધારાસભ્યોએ કહ્યું હતું કે અમને ઘર વાપસીનો સંતોષ છે. કોલને કોંગ્રેસની ટીકીટ મળી હતી. પરંતુ તે ઉમેદવારી પત્રક ભરી શકયા ન હતા. અને ભાજપમાં જોડાયા હતા. કોલના પિતા જગલાલ શાહદોલ જીલ્લાના વરિષ્ઠ કોંગ્રેસી અગ્રણી હતા. ત્રિપાઠી અને કોલએ પોતાના આ નિર્ણયનો સંતોષ વ્યકત કર્યો છે.
મઘ્યપ્રદેશમાં લોકસભાની ચુંટણીમાં ભાજપે તમામ ર૯ બેઠકોમાંથી ર૮ બેઠકો જીતીને સપાટો બોલાવી દીધો હતો. ભાગવે જણાવ્યું હતું કે એ પ્રક્રિયા લોકતાંત્રિક જ છે. કોંગ્રેસ પાસે ૧૧૪ ધારાસભ્ય સાથે ૧૧૬ ધારાસભ્યો ના ખુબ જ પાતળી બહુમતિથી સ્થિતિમાં ચાર અપક્ષ, બે બસપા અને એક સપાના ધારાસભ્યોનું સમર્થન છે. ભાજપ ૧૦૯ બેઠકો જીતી હતી. વિધાનસભાની ચુંટણીમાં કોંગ્રેસે ૧પ વર્ષ જુના ભાજપના શાસનનો અંચ કર્યો હતો.