ઓખાનાં દરિયા કિનારાથી ૫૦ નોટીકલ માઈલ દુર સેતા નામની સીપમાં રહેલ ફીલીપાઈન્સ રાઈસ એડલેશન નામાના ૪૨ વર્ષના ખલાસીનું હાઈ બીપી વધી જતા આ શીપનાં કેપ્ટન મુંબઈથી મેડિકલ ઈવાઈકયુશનમાં સંદેશ આપેલ. મુંબઈથી આ સંદેશ ઓખા કોસ્ટગાર્ડ જીલ્લા મુખ્ય મથક ૧૫ને જાણ કરતા ઓખા કોસ્ટગાર્ડની મેડિકલ ટીમ સાથે સેતા સીપ પર પહોંચી ફીલીપાઈન્સનાં દર્દીને પ્રાથમિક સારવાર આપી સિકકા બંદર પર લઈ જઈ ત્યાંથી જામનગર હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો. અહીં તેમને પુરતી સારવાર મળી રહેતા દર્દીની તબિયત સારી થઈ હતી. આમ ઓખા કોસ્ટગાર્ડની સમય સુચકતાએ ખલાસીની જાન બચી હતી. સેતા જહાજના કેપ્ટને ઓખા ભારતીય તટરક્ષનાં જવાનોનો આભાર માનતા શુભેચ્છા પાઠવી હતી.
Trending
- ગુજરાતની મહિલા માટે Good news! જાણો ક્યા તેલના ભાવ ઘટ્યા
- આ 5 રીતે રાખો કારની બેટરી, દબાણ કરવાની જરૂર નહીં પડે
- પેન્શનધારકો માટે સારા સમાચાર
- Ahmedabad : ગૌમાંસ રાખવા બદલ દુકાન માલિકને 7 વર્ષ જેલ અને 1 લાખનો દંડ ફટકારતી સેશન્સ કોર્ટ
- ગુજરાતની નવી કુટિર અને ગ્રામોદ્યોગ નીતિ જાહેરઃ જાણો શું છે મહત્ત્વના અંશો
- હવે હદ છે! નરાધમ 4 વર્ષની માસૂમ બાળકીને પીંખીને થયો ફરાર
- જનહિતના કામમાં પૂર્ણ સ્વતંત્રતા હોવી એ બંધારણનું હાર્દ છે
- જેતપુર: ટ્રાન્સપોર્ટ સંચાલકના મકાનના તાળા તોડી રૂ.8.14 લાખની મતા ઉઠાવી તસ્કરો ફરાર