બંને કં૫નીઓ ભાગીદારીમાં પ્રગતિ અને વિસ્તારણ કરશે: ઉત્પાદન ૨૦૨૦થી શરૂ થવાની ધારણા
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને બી.પી. દ્વારા આજે ઘોષણા કરવામાં આવી હતી કે અગાઉ શોધાયેલા ઊંડા પાણીના ગેસ ક્ષેત્રોના વિકાસમાં તેઓ આગળ વધશે અને ભારતમાં ગેસનું નવું ઉત્પાદનમાં લઇ આવશે. બંન્ને કંપનીઓએ પોતાની ભાગીદારી વધુ ગાઢ બનાવીને ઊર્જાના તમામ ક્ષેત્રોમાં સમગ્ર ભારતમાં તેનું વિસ્તરણ કરવા માટે સહમતી સાધી હતી.
આઇ.આઇ.એલ. અને બી.પી. ભારતાના પૂર્વી કિનારે કે જી.ડી.-૬ બ્લોકમાં ૨ હજાર મીટરથી વધુ ઊંડાઇએ ૭૦ કિલોમીટર જેટલો ઓફશોર ડ્રાયગેસના વિકાસનો પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ ૨૦૨૦માં કાર્યરત થશે તેવી ધારણા છે અને દિવસના ૧૨ મિલિયન ધન મીટર ગેસનું ઉત્પાદન કરશે.
આર.આઇ.એલ અને બી.પી. વર્ષ ૨૦૧૭માં અંત પહેલા સરકારને નવા બે પ્રોજક્ટ મંજુરી માટે સુુપ્રત કરશે. આમ આ ત્રણેય પ્રોજક્ટમાં ‚.૪૦ હજાર કરોડનુ મુડી રોકાણ થશે અને ૨૦૨૦ થી ૨૦૨૨ દરમિયાન ૩૦ થી ૩૫ મિલિયન ધન મિટર ગેસનું ઉત્પાદન કરશે.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અન મેનેજીંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે આ ભાગીદારીની પ્રગતિથી અમે ખુશ છીએ અને તેનીથી દેશને જ‚રી પોતાની જ ઊર્જા પ્રાપ્ત થશે અને આયાતના વિકલ્પ તેમજ ગેસ આધારિત અર્થતંત્રના વિકાસ માટે વડાપ્રધાનને કરેલ આહવાનને ટેકો આપશે.
બી.પી. ગ્રુપના ચીફ એક્ઝિક્યુટિવ બોબ ડડલીએ આ મુડી રોકાણને આવકાર્યુ હતું અને કહ્યું હતું કે બી.પી. માટે ભારતામાંઆ ખુબ મહત્વપૂર્ણ પગલું છે અને રિલાયન્સ તથા બી.પી. ભારતમાં ઊંડા પાણીના ઓફશોર ગેસ ક્ષેત્રના કુશળતાપૂર્વક અને કિફાયતીપૂર્ણ રીતે વિકાસ કરવા સમર્થ છે.