રમરેચી  રોડ પાસે તાલાળા સરકારી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ તા ૨૬/૦૭/૨૦૧૯ ના રોજ બપોરે ૧૨ કલાકે તાલુકા કક્ષાના જોબફેરનુ આયોજન કરેલ છે. જેમાં ખાનગીક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ તરફથી મળેલ વિવિધ જગ્યાઓમાં ધોરણ ૧૦ પાસથી ગ્રેજ્યુએટ પાસ અને ૧૮ થી ૩૫ વર્ષના ઉમેદવારોની ભરતી કરવામાં આવશે. તેમ જિલ્લા રોજગાર કચેરીની યાદીમાં જણાવાયું છે.

જેમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોએ જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જીલ્લા સેવા સદન, રૂમ નંબર ૩૧૦ થી ૩૧૨ બીજોમાળ, મુ. ઇણાજ તા. વેરાવળ જી. ગીર સોમનાથ ખાતે રૂબરૂ સ્વખર્ચે નીચે મુજબના પ્રમાણપત્રોની નકલ તથા પાસપોર્ટ સાઈજના ફોટા તથા રોજગાર કચેરીના નોંધણી કાર્ડ સાથે તા. ૩૦/૦૭/૨૦૧૯ સુધીમાં અરજીફોર્મ જમા કરાવવાના રહેશે. અરજી ફોર્મ જીલ્લા રોજગાર વિનિમય કચેરી ગીર સોમનાથ દ્વ્રારા વિનામૂલ્યે આપવામાં આવશે. શાળા છોડયાનો દાખલો (સ્કૂલ લીવીંગ સર્ટી) ની નકલ,  જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો) ની નકલ, ધોરણ ૧૦ અને  ધોરણ ૧૨ પાસ ની માર્કશીટ (૪૫ % સાથે પાસ) નકલ, બેન્ક ખાતાની આઈએફએસસી કોર્ડ નંબર સાથેના પાસબુકની નકલ, પાસપોર્ટ સાઈજ ના બે ફોટા, રોજગાર કાર્ડની નકલ, આધાર કાર્ડની નકલ આપવાની રહેશે. તેમજ તાલીમ દરમ્યાન તાલાળા ખાતે કચેરી દ્વ્રારા નક્કી કરવામાં આવેલ સ્થળે જ ૩૦ દિવસ સુધી ફરજીયાત રહેવાનુ રહેશે. ઉમેદવારોને રહેવા તથા ભોજનની વ્યવસ્થા જિલ્લા રોજગાર કચેરી દ્વ્રારા વિનામૂલ્યે કરવામાં આવશે. શૈક્ષણિક લાયકાત ઓછામાં ઓછું ૧૨ પાસ, વય મર્યાદા : ૧૭ ૧/૨ થી ૨૧ વર્ષ, ઊંચાઈ : ૧૬૮ સે.મી, વજન : ૫૦ કી.ગ્રા, છાતી ૭૭/૮૨ સે.મી હોવી જોઈએ. અગાઉના વર્ષમાં યોજાયેલ નિવાસી તાલીમ વર્ગમાં જે ઉમેદવારોએ તાલીમ લીધેલ હોય તેઓએ આ તાલીમ વર્ગમાં અરજી ફોર્મ ભરવું જ નહી. તેમ જિલ્લા રોજગાર કચેરી, ગીર સોમનાથની યાદીમા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.