મુખ્યમંત્રી સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પણ જનતા જનાર્દનનો આભાર માન્યો
જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીત બાદ ભાજપ દ્વારા આજે ગુજરાતની જનતાના વંદન અને અભિનંદન માટે જૂનાગઢ ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં જનતા અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો.
૬ઠ્ઠીવાર વિધાનસભામાં, લોકસભામાં સતત બીજીવાર ૨૬ માંથી ૨૬ બેઠકો પર ભવ્ય લીડથી ભાજપને વિજ્ય બનાવ્યાં પછી જુનાગઢ કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીઓ, ગાંધીનગર મહાનગરપાલિકાની પેટા ચૂંટણી, ૫ જીલ્લા પંચાયતની પેટા ચૂંટણીઓ, ૪૬ તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓના પરિણામોમાં જનતા જનાર્દને ભાજપને જનસમર્થન, જનમન અને જનમત આપ્યો છે.
વૈશ્વિક નેતૃત્વ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રને અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહના સંગઠન નેતૃત્વને પ્રજાએ સ્વીકાર્યો છે. ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલની આગેવાનીમાં ચાલતી ભાજપ સરકારની પ્રજાલક્ષી કામગીરીને મંજૂરી મહોર મારી છે. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીની આગેવાનીમાં ભાજપના સંગઠનના કાર્યકર્તાઓના પરીશ્રમનું આ પરીણામ છે તેમ પ્રદેશ ભાજપ પ્રવકતા ભરતભાઈ પંડયાએ જણાવ્યું હતું.
તેઓએ જણાવ્યુ હતુ કે, ભાજપા દ્વારા આજે જુનાગઢ ખાતે સવારે ૧૧.૦૦ કલાકે ગુજરાતની જનતાના વંદન-અભિનંદન માટે જનતા અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુભાઇ વાઘાણી ભાજપાને સતત વિજય અપાવવા બદલ સમગ્ર ગુજરાતની જનતાને વંદન-અભિનંદન પાઠવશે.
જુનાગઢની મહાનગરપાલિકાની ૬૦ બેઠકોની સામાન્ય ચૂંટણીમાં ૫૯નાં પરીણામોમાં ભાજપની ૫૪ બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસ ને માત્ર ૦૧ બેઠક મળી છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ૧ બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપાનો વિજય થયો છે. જે અગાઉ કોંગ્રેસની હતી. ૦૫ જીલ્લા પંચાયત બેઠકો પેટાચૂંટણીઓમાં તમામ બેઠકો પર ભાજપા વિજયી થતા કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે જે અગાઉ કોંગ્રેસની ૪ જી.પં.સીટ હતી તથા ૪૬ તાલુકા પંચાયત બેઠકોની પેટા ચૂંટણીઓમાં ભાજપાને ૩૬ બેઠકો મળી છે જ્યારે કોંગ્રેસને માત્ર ૭ બેઠકો મળી. આમ, કુલ ૧૧૧ બેઠકોમાંથી ૯૬ બેઠકો પર ભાજપાનો ભવ્ય વિજય થયો છે, જ્યારે કોંગ્રેસને માત્ર ૮ બેઠકો મળી છે. આમ, જિલ્લા પંચાયત હોય કે તાલુકા પંચાયત હોય કે કોર્પોરેશનની ચૂંટણી હોય કોંગ્રેસનો તમામ જગ્યાએ રકાસ થયો છે. જ્યારે ભાજપનો ભવ્ય વિજય થયો છે.
જુનાગઢ મહાનગરપાલિકા ની ચુટણીના પરિણામો અંગે ‘અબતક’ ની અગમ વાણી સચોટ પુરવાર
કોંગ્રેસના એકમાત્ર કોર્પોરેટર ભાજપને ટેકો આપવાના મૂડમાં
જૂનાગઢ મહાપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસનો કરૂણ રકાશ થયો છે. ૫૯ બેઠકો પૈકી કોંગ્રેસને સમ ખાવા પુરતી માત્ર એક જ બેઠક મળી છે. વિરોધ પક્ષની ભૂમિકા પણ ભજવી શકે તેવી સ્થિતિમાં હાલ કોંગ્રેસ રહ્યું ની. વોર્ડ નં.૪માંથી પંજાના પ્રતિકમાંથી વિજય બનેલા એકમાત્ર મહિલા કોર્પોરેટર મંજૂલાબેન પરસાણા પણ કોંગ્રેસનો હાથ છોડી ભાજપને ટેકો આપે તેવી હાલ સંભાવના જણાય રહી છે. વોર્ડ નં.૮માં ચારેય બેઠકો પર એનસીપીના ઉમેદવાર વિજેતા બન્યા હોય જૂનાગઢમાં એનસીપી વિરોધ પક્ષની જવાબદારી અદા કરશે તે ફાઈનલ બની ગયું છે. ત્યારે કોંગ્રેસના એકમાત્ર કોર્પોરેટર મંજૂલાબેને પણ ઉગતા સૂર્યની પૂજા કરવાનું નકકી કરી લીધુ હોય તેમ તેઓએ પણ ભાજપને જ ટેકો આપવાનું મન બનાવી લીધુ છે. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં જૂનાગઢમાં ભાજપનો વિજય ઉત્સવ સંમેલન અને જનતા અભિવાદન કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં કોંગ્રેસના માત્ર એક નગરસેવીકા ભાજપને ટેકો આપવાની સત્તાવાર જાહેરાત કરે તેવી સંભાવના પણ હાલ જણાય રહી છે.