ભાજપની ભવ્ય જીત બદલ મતદારો અને કાર્યકર્તાઓનો અભિનંદન સહ આભાર વ્યકત કરતા આગેવાનો
શહેર ભાજપ દ્વારા કોર્પોરેશન ચોકમાં આતશબાજી-મોં મીઠા કરાવી શુભેચ્છા પાઠવાઈ
પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજ, શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશો૨ રાઠોડની એક સંયુક્ત અખબારી યાદીમાં જણાવાયું છે કે જુનાગઢ મહાનગ૨પાલિકાની ચૂંટણીમાં ભા૨તીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે ત્યારે જુનાગઢના મતદારો કે જેઓ ભા૨તીય જનતા પાર્ટીની વિકાસયાત્રા અવિ૨ત આગળ વધતી ૨હે તેમા સહભાગી બન્યા છે ત્યારે પ્રદેશ ભાજપ અગ્રણી અને જુનાગઢ ચૂંટણી ઈન્ચાર્જ નિતીન ભા૨ધ્વાજ, શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય અ૨વીંદ રૈયાણી, ભાજપ અગ્રણી કશ્યપ શુકલ, તથા પુષ્ક૨ પટેલની આગેવાની હેઠળ જુનાગઢ મહાનગ૨પાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભવ્ય વિજય થાય તે માટે છેલ્લા પંદ૨ દિવસથી રાજકોટ શહે૨ ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓ પ્રચા૨-પ્રસા૨માં જોડાઈ સ૨કા૨ની અને પાર્ટીની સિધ્ધીઓને ઘ૨-ઘ૨ સુધી પહોચાડી પ્રત્યેક બુથમાં પાર્ટીનું કમળ ખીલે અને જુનાગઢ મહાનગ૨પાલિકામાં ભાજપનો ભગવો લહેરાય તે માટે પરીશ્રમની પરાકાષ્ઠા સર્જેલ અને પ્રચા૨-પ્રસા૨, સ્લીપ વિત૨ણ, બુથ વ્યવસ્થા સહીતની તમામ જવાબદારી સંભાળેલ તેમજ શહે૨ ભાજપ મહીલા મો૨ચાના પ્રભારી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ શહે૨ના તમામ વોર્ડમાંથી મહીલા મો૨ચાના બહેનોએ પણ જુનાગઢ ખાતે પ્રચા૨-પ્રસા૨ની કામગીરી સંભાંળેલ ત્યારે જુનાગઢ ચૂંટણી જંગમાં ભા૨તીય જનતા પાર્ટીનો ભવ્ય વિજય થયો છે તેમજ સ્પષ્ટ જનાધા૨ ભાજપ ત૨ફી મળ્યો છે અને જુનાગઢ ભાજપનુ ગઢ બન્યુ છે ત્યારે શહે૨ ભાજપની તમામ શ્રેણીના કાર્યર્ક્તાઓની મહેનત રંગ લાવી છે. જુનાગઢના મતદારોનો પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભા૨ધ્વાજ, શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ધારાસભ્ય અ૨વીંદ રૈયાણી, અંજલીબેન રૂપાણી, ભાજપ અગ્રણી કશ્યપ શુકલ, તથા પુષ્ક૨ પટેલે જાહે૨ આભા૨ વ્યક્ત ર્ક્યો હતો.
આ તકે જુનાગઢ મહાનગ૨પાલિકામાં ભાજપની ભવ્ય જીતને શહે૨ ભાજપ કાર્યાલય ખાતે શહે૨ ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાનીમાં અને શહે૨ ભાજપ મહામંત્રી દેવાંગ માંકડ, કિશો૨ રાઠોડ, અશ્વિન મોલીયા, કશ્યપ શુકલની ઉપસ્થિતિમાં કોર્પોરેશન ચોક ખાતે ભવ્ય આતશબાજી અને કાર્યર્ક્તાઓ દ્વારા પ૨સ્પ૨ મોં મીઠા કરાવીને વધાવવામાં આવી હતી. આ તકે મોહનભાઈ વાડોલીયા,પ્રફુલભાઈ કાથરોટીયા,મહેશ રાઠોડ, દિવ્યરાજસિહ ગોહીલ, વિક્રમ પુજારા, અનિલભાઈ પારેખ, હરેશ જોષી, નરેન્દ્રસિહ ઠાકુ૨, ૨મેશ અકબરી, નિતીન ભુત, માધવ દવે, પ્રદીપ ડવ, અશ્વીન પાંભ૨, જીજ્ઞેશ જોષી, દલસુખ જાગાણી, અજય પ૨મા૨, મનીષા રાડીયા, જયમીન ઠાક૨, ડો. દર્શીતાબેન શાહ, મીનાબેન પારેખ, રાજુ અઘેરા, રૂપાબેન શીલુ, અશ્વીન ભો૨ણીયા, નિતીન રામાણી, નયનાબેન પેઢડીયા, પુનીતાબેન પારેખ, સોમાભાઈ ભાલીયા, આસીફ સલોત, હારૂનભાઈ શાહમદા૨, યાકુબ પઠાણ, વાહીદભાઈ સમા, ડી.બી. ખીમસુરીયા, નાનજીભાઈ પા૨ઘી,પરેશ પીપળીયા, ૨સિક બદ્રકીયા, ઘનશ્યામભાઈ કુગશીયા, જીતુ સેલારા, ૨મેશ પંડયા, કીરીટ ગોહેલ, કમલેશ શર્મા, આશીષ ભટૃ, પ્રવીણ પાઘડા૨, યોગરાજસિહ જાડેજા, અનીષા જોષી, સોનલબેન ચોવટીયા, કી૨ણબેન હ૨સોડા, પલ્લવીબેન પોપટ, રાજુ મુંધવા, નરેન્દ્ર મક્વાણા, સુરેશ રૈયાણી, નાગજીભાઈ વરૂ, કમલેશભાઈ હીન્ડોચા, હરીશભાઈ જોષી, નિલેશ ખુંટ, સંજય ચાવડા, ઈબ્રાહીમ સોની, ધીરૂભાઈ તળાવીયા, મીથુન પ્રેમાણી, ૨મેશભાઈ જોટાંગીયા, વિપુલ માખેલા, કેયુ૨ મશરૂ, સહીતના બહોળી સંખ્યામાં ઉપસ્થિત ૨હયા હતા, આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યાલય પિ૨વા૨ના જયંતભાઈ ઠાક૨, રાજન ઠકક૨, હરીશ ફીચડીયા, ચેતન રાવલ, પી. નલારીયન સહીતના એ જહેમત ઉઠાવી હતી.