સુપ્રીમ કોર્ટે અને હાઇકોર્ટની ગાઇડ લાઇન મુજબ દરેક ચૂંટણીમાં વી.વી.પેટ ઉપયોગ થવા જોઈએ
જૂનાગઢ મહા નગરપાલિકા ચુટણી મતદાન પુર્ણ થયા બાદ જૂનાગઢના જાણીતા જાગ્રુત નાગરિક અને ઉધ્યોગ પતી તુષાર સોજીત્રા દ્વારા ગયકાલે સાંજે રાજ્ય ચુટણી આયોગને પત્ર પાઠવી મહા નગરપાલિકા ચુટણીમાં વી.વી.પેટ મશીન ઉપયોગમા ન લેવાયા હોય ચુટણી રદ્ કરવા માંગ કરી છે.
આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર જૂનાગઢ મહા નગરપાલિકા ચુટણીમાં ગયકાલે મતદાનના દિવસે શહેરના વોર્ડ નંબર ૧૧ ગોકુલ નગર સોસાયટીમાં રહેતા જાગ્રુત નાગરીકની છાપ ધરાવતા તેમજ તાજેતરમાં વોર્ડ નંબર ૧૧ માં જન જાગૃતિની ચાલતી ઝુંબેશ માં મહત્વની ભૂમિકા ભજવનાર તુષાર સોજીત્રા દ્વારા રાજ્યના સંયુક્ત કમિશનર રાજ્ય ચુટણી આયોગ અધીકારી એ.એ.રામાનુજ તેમજ રાજ્યનાં ચુટણી આયોગના સેક્રેટરી એમ.વી.જોષી અને સ્થાનિક મહા નગરપાલિકા ચુટણી અધીકારી/કલેકટર સૌરભ પારઘીને વિસ્ત્રુત પત્ર પાઠવી મહાનગરપાલિકા ચુટણી ચુટણી રદ્ કરવા માંગ કરી હતી તેમણે પોતાના પત્રમાં જણાવ્યું હતું કે મતદાર પોતાનો મત કોને આપે છે તે જાણવાનો પોતાનો અધિકાર છે અને આ અધિકારની રુએ આ ચુટણીમાં વી.વી.પેટ ઉપયોગમાં લેવામાં નથી આવ્યા જેથી આ ચુટણી રદ્ કરવા માંગ કરી હતી આ પત્રના જવાબમાં સંયુક્ત ચુટણી કમિશનર દ્વારા એવુ જણાવાયું હતું કે મુંબય મ્યુનિસિપલ એક્ટ અન્વયે ચુટણી કરવા નીયમો ૧૯૯૪ના નિયમો ૫૨ (ક) માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં વિજાણુ મતદાન યંત્ર સાથે વી.વી.પેટ મશીન ઉપયોગમા લેવાની જોગવાઇ નથી આ પત્રના પ્રત્યુત્તરમાં તુષાર સોજીત્રા દ્વારા વર્ષ ૨૦૧૩ માં ડો.સુભ્રમણ્યમ સ્વામી દ્વારા એપ્લીકેશન નંબર ૯૦૯૩ એ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા સામે દાદ માગી હતી અને જેમાં નામદાર સુપ્રીમ કોર્ટે આપેલ જજમેંટ અને ગાઇડ લાઇનનું જાણી જોઈને અવમાન થતુ હોય તેવુ અરજદારને લાગતા નામદાર સુપ્રીમ કોર્ટ તેમજ નામદાર હાયકોર્ટે ભુતકાળમાં આ સંદર્ભે આપેલ જજમેંટ જોડી તેમણે કરેલ અરજી અન્વયે કાર્યવાહી કરવા તેમને પ્રત્યુત્તર આપવાની માંગણી સાથે દિવસ ત્રણમાં જો નહી કરાય તો નામદાર સુપ્રીમ કોર્ટે ના અવમાન કરવા બદલ ન્યાયીક કાર્યવાહી કરાશે તેવી નોટીસ પાઠવવામાં આવી છે.