ટંકારામાં ત્રણ ૩, વઢવાણમાં ૨॥ ઈંચ, ધોરાજી-જેતપુર-ગીર ગઢડામાં ૨ ઈંચ, માળિયા-તાલાલા-વેરાવળમાં ૧॥ ઈંચ, ચોટીલા-મુળી-જૂનાગઢ-મેંદરડા અને બગસરામાં ૧ ઈંચ વરસાદી મુંરઝાતી મોલાતને જીવતદાન

લાંબા સમયના વિરામ બાદ સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસી મેઘરાજા વ્હાલ વરસાવી રહ્યાં છે. જેના કારણે મુરઝાતી બોલાતને જીવતદાન મળતા જગતાતના જીવમાં જીવ આવ્યો છે. આજ પેટર્ની આગામી બે દિવસ સુધી હજુ છુટા છવાયા વિસ્તારમાં વરસાદ પડે તેવી શકયતા વ્યકત કરવામાં આવી છે. ગુરૂવારથી ત્રણ દિવસ રાજ્યભરમાં સાર્વત્રીક વરસાદની શકયતા વ્યકત કરવામાં આવી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૧૪૪ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આ સો આજ સુધીમાં રાજ્યમાં મૌસમનો કુલ ૨૭.૭૧ ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યાનુસાર છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૧ જિલ્લાના ૧૧૪ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ મોરબી જિલ્લાના ટંકારામાં ૬૭ મીમી પડયો છે. ટંકારામાં દોઢ કલાકમાં ૩  ઈંચ જેટલો વરસાદ વરસી જતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે ચાર ગામો સંપર્ક વિહોણા બની ગયા હતા અને પરિવહન સેવા ખોરવાઈ જવા પામી હતી. ગજડી, વાગડ, નેસડા ખાનપર અને મેઘપર જવાના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતા તો રાજાવડમાં વરસાદના પાણી લોકોના ઘરમાં ઘુસી ગયા હતા. દોઢ કલાકમાં પડેલા ૩ ઈંચ વરસાદે ભારે ખાનાખરાબી જેવી સ્થિતિ સર્જી દીધી હતી.

varun-whale:-survival-in-the-life-of-the-world-for-the-second-consecutive-day-in-saurashtra
varun-whale:-survival-in-the-life-of-the-world-for-the-second-consecutive-day-in-saurashtra

જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રીક વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જેમાં ભેંસાણમાં ૧૪ મીમી, જૂનાગઢ શહેર અને ગ્રામ્યમાં ૨૮ મીમી, માળીયા હાટીનામાં ૩૪ મીમી, માણાવદરમાં ૧૬ મીમી, માંગરોળમાં ૧૬ મીમી, મેંદરડામાં ૨૦ મીમી, વંલીમાં ૧૬ મીમી, વિસાવદરમાં ૫ મીમી, ગીર સોમના જિલ્લાના ગીર ગઢડામાં ૪૯ મીમી, તાલાલામાં ૨૫ મીમી અને વેરાવળમાં ૩૪ મીમી વરસાદ વરસ્યો હતો.

અમરેલી જિલ્લાના બગસરામાં ૨૪ મીમી, ખાંભામાં ૧૭ મીમી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયામાં ૧૦ મીમી, કલ્યાણપુરમાં ૧૨મીમી, જામનગરના ધ્રોલ અને જામજોધપુરમાં ૧૦ મીમી, મોરબીના ટંકારામાં ૬૭ મીમી, રાજકોટના જેતપુરમાં ૫૦ મીમી, ધોરાજીમાં ૪૫ મીમી, જામકંડોરળામાં ૧૬ મીમી, ગોંડલમાં ૯ મીમી, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણમાં ૫૮ મીમી, મુળીમાં ૨૪ મીમી, ચોટીલામાં ૨૦ મીમી વરસાદ પડયો હતો.

આજે સવારથી સાર્વત્રીક મેઘ વિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આજ સુધીમાં રાજ્યમાં મૌસમનો કુલ ૨૭.૭૧ ટકા જેટલો વરસી ગયો છે. જેમાં કચ્છમાં ૯.૧૬ ટકા, ઉત્તર ગુજરાતમાં ૨૦.૮૮ ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં ૨૪.૪૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૨૫.૧૩ ટકા અને દક્ષીણ ગુજરાતમાં સૌથી વધુ ૩૪.૯૬ ટકા વરસાદ પડયો છે.

ભાદર ડેમમાં ૩ ફૂટ નવા નીરની આવક

સૌરાષ્ટ્રમાં મેઘકૃપા યથાવત રહેતા ૯ જળાશયોમાં નવા નીર આવ્યા: કર્ણુકીમાં ૧૮.૫૦ ફૂટ પાણીની આવક

સૌરાષ્ટ્રમાં છેલ્લા બે દિવસથી અવિરત વરસી રહેલા વરસાદના કારણે નવ જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે. સૌરાષ્ટ્રના દરિયા ગણાતા ભાદર ડેમમાં નવું ૩ ફૂટ પાણી આવ્યું હોવાનું જાણવા મલી રહ્યું છે. રાજકોટ સિંચાઈ વર્તુળ પુર એકમના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન ભાદર ડેમમાં નવું ૨.૯૨ ફૂટ પાણી આવ્યું છે.

૩૪ ફૂટે ઓવરફલો થતાં ભાદરની સપાટી હાલ ૧૧.૭૦ ફૂટે પહોંચી જવા પામી છે અને ડેમમાં ૬૦૦ એમસીએફટી પાણી સંગ્રહિત છે. આ ઉપરાંત રાજકોટ જિલ્લાના આજી-૨ ડેમમાં ૦.૩૩ ફૂટ, ભાદર-૨ ડેમમાં ૦.૪૯ ફૂટ, કર્ણુકીમાં ૧૮.૫૦ ફૂટ, મોરબીના જિલ્લાના મચ્છુ-૧ ડેમમાં ૦.૭૫ ફૂટ, મચ્છુ-૨ ડેમમાં ૦.૬૨ ફૂટ, બંગાવડીમાં ૧.૬૧ ફૂટ, બ્રાહ્મણી-૨માં ૦.૩૩ ફૂટ અને સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ભોગાવો૨ (ધોળી ધજા ડેમમાં) ૦.૪૦ ફૂટની આવક થવા પામી છે.

હજુ બે દિવસ આ પેટર્નથી વરસાદ પડશે: ગુરૂવારી જોર વધશે

સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ફરી ચોમાસુ સક્રિય થયું છે. છેલ્લા બે દિવસથી રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર હાલ રાજ્યમાં સાર્વત્રીક અને ભારે વરસાદ આપે તેવી એક પણ સીસ્ટમ સક્રિય નથી છતાં લોકલ  ફોર્મેશનના કારણે આગામી બે થી ત્રણ દિવસ આ જ પેટર્ન પર સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે જેમાં ૪૦ થી ૫૦ ટકા જેટલા વિસ્તારમાં હળવાથી ઝાપટાથી લઈ ૨ થી ૨॥ ઈંચ જેટલો વરસાદ વરસી શકે છે. હાલ મોનસુનનો પશ્ચિમ છેડો મજબૂત છે જ્યારે પૂર્વ છેડો થોડો નબળો છે. મોનસુન ટ્રફ મહારાષ્ટ્ર થી લઈ કેરળ સુધી છે. મહારાષ્ટ્રમાં હાલ સાયકલોનિક સકર્યુલેશન પણ સક્રિય થયું છે. આગામી ગુરૂ, શુક્ર અને શનિવારે રાજ્યમાં સાર્વત્રીક વરસાદની સંભાવના છે. જેમાં દરિયાકાંઠા વિસ્તારોમાં વધુ વરસાદ પડી શકે છે. મધ્ય અને પશ્ચિમ ભારતના રાજ્યોમાં આ સપ્તાહમાં સારો એવો વરસાદ વરસી શકે છે.

સૌરાષ્ટ્રમાં દરિયાકાંઠા વિસ્તાર જેમાં પોરબંદર, જૂનાગઢ, અમરેલી, જામનગર અને ભાવનગરમાં વધુ વરસાદની સંભાવના રહેલી છે. આગામી બે દિવસ દરમિયાન સવારના સમયે તડકા સાથે અસ્હય ઉકળાટ અને સાંજે સીબી ફોર્મેશનના કારણે વરસાદની સંભાવના જણાય રહી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.