દબાણ અને પાણી પ્રશ્ર્ને નગરસેવકો અધિકારીને ભીંસમાં લે તેવા એંધાણ: અધિકારીઓ અને કોર્પોરેટરોને પણ આઈકાર્ડ હશે તો જ બોર્ડમાં એન્ટ્રી અપાશે
રાજકોટ મહાનગરપાલિકામાં આવતીકાલે સવારે ૧૧:૦૦ કલાકે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સને જનરલ બોર્ડની બેઠક મળશે જેમાં દબાણ તા પાણી પ્રશ્ર્ને નગરસેવકો અધિકારીઓ પર તૂટી પડે તેવી સંભાવના જણાય રહી છે. રાબેતા મુજબ બોર્ડની પ્રેક્ષક ગેલેરીમાં પ્રેક્ષકો માટે નો-એન્ટ્રીની વણલખી પરંપરા યાવત રાખવામાં આવશે.
જનરલ બોર્ડની પ્રશ્ર્નોતરીકાળમાં ભાજપ અને કોંગ્રેસના ૧૮ કોર્પોરેટરોએ ૩૫ થી વધુ સવાલો રજૂ કર્યા છે. જેમાં સૌથી વધુ સવાલ શહેરના રાજમાર્ગો પર ખડકાયેલા દબાણ અને છેલ્લા ઘણા દિવસી શહેરમાં સતત વધી રહેલા પાણીના ધાંધીયાનો છે. દબાણ તા પાણી પ્રશ્ર્ને નગરસેવકો અધિકારીઓ પર ધોંસ ઉતારે તેવી શકયતા પણ દેખાઈ રહી છે.
જનરલ બોર્ડમાં થોડા સમય પહેલા પ્રેક્ષક ગેલેરીમાંથી ગ્રીલ કુદીને આવેલા લોકોએ ભારે હંગામો મચાવ્યો હતો. ત્યારી બોર્ડમાં પ્રેક્ષકો માટે નો-એન્ટ્રી લાદી દેવામાં આવી છે. મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, પ્રેક્ષક ગેલેરી કાલે પણ બંધ રાખવામાં આવશે. સો સો કોર્પોરેટર તા કર્મચારીઓને આઈકાર્ડ સાથે હશે તો પ્રવેશ આપવામાં આવશે. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, જયાં સુધી ગરીમાપૂર્ણ વાતાવરણનું નિર્માણ ન થાય ત્યાં સુધી બોર્ડની પ્રેક્ષક ગેલેરી બંધ જ રાખવામાં આવશે. કાલે મળનારી જનરલ બોર્ડની બેઠકમાં બે અરજન્ટ દરખાસ્ત સહિત કુલ ૧૯ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે.