૨૭૦ એમએલડીની જરૂરીયાત સામે આજે માત્ર ૨૩૫ એમએલડી જ નર્મદાનું પાણી મળ્યું રેલનગર સહિતના વિસ્તારોમાં ચાર કલાક વિતરણ મોડુ: ધીમા ફોર્સની ફરિયાદોનો ધોધ
માળિયા અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી પાણી ચોરીનું દુષણ વધતા રાજકોટને મળતા નર્મદાના નીરમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેના કારણે આજે શહેરના અનેક વિસ્તારોમાં પાણીના ધાંધીયા સર્જાયા હતા. દૈનિક ૨૭૦ એમએલડીની આવશ્યકતા સામે આજે માત્ર ૨૩૫ એમએલડી નર્મદાનું પાણી મળતા રેલનગર વિસ્તારમાં ૪ કલાક મોડુ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરમાં અનેક વિસ્તારોમાં ધીમા ફોર્સી પાણી વિતરણ થતું હોવાની ફરિયાદોનો ધોંધ વહ્યો હતો.
રાજકોટની જળ સમસ્યાને કાયમી ધોરણે હલ કરવા માટે નર્મદાના નીર આજી ડેમને ઓવરફલો કરવાની મહત્વકાંક્ષી યોજનાનું આગામી ૨૯મી જૂનના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. તે પૂર્વે રાજકોટમાં છેલ્લા દસેક દિવસી નર્મદાના નીરના ધાંધીયા સર્જાયા છે. જરૂરીયાત કરતા ઓછુ પાણી આપવામાં આવતું હોવાના કારણે ભાદર અને ન્યારી ડેમમાંથી તળીયાનું પાણી ઉલેચવામાં આવી રહ્યું છે. મહાપાલિકાની વોટર વર્ક શાખાના સૂત્રો પાસેી પ્રાપ્ત તી વધુ વિગત મુજબ આજે રાજકોટને આજી ફિલ્ટર પ્લાન્ટ ખાતે ૧૦૮ એમએલડી, બેડી ખાતે ૪૫ એમએલડી, રૈયાધાર પર ૫૦ એમએલડી અને ખંભાળા-ઈશ્ર્વરીયા લાઈન પર ૫૦ એમએલડી સહિત કુલ ૨૩૫ એમએલડી પાણી મળ્યું હતું. હાલ સનિક જળાશયો તળીયા ઝાટક હોય, દૈનિક ૨૭૦ થી ૨૭૬ એમએલડીની નર્મદાના નીરની આવશ્યકતા રહે છે. વિતરણ વ્યવસ ટકાવી રાખવા માટે આજે ભાદર ડેમમાંથી ૨૦ એમએલડી અને ન્યારીમાંી ૮ એમએલડી પાણી ઉપાડવાની ફરજ પડી હતી.
નર્મદાના ધાંધીયાના કારણે આજે ચંદ્રેનગર ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં પાણી કાપ લાદવામાં આવ્યો હતો. પરંતુ મધરાતી ફલો વધી જતા પાણી કાપ ઉઠાવી લેવામાં આવ્યો હોવાની સત્તાવાર જાહેરાત મહાપાલિકા દ્વારા કરવામાં આવી હતી. આજે વોર્ડ નં.૩માં રેલનગર વિસ્તારમાં ૪ કલાક મોડુ પાણી વિતરણ કરવામાં આવતા ગૃહિણીઓમાં ભારે દેકારો બોલી ગયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ધીમા ફોર્સી પાણીની ફરિયાદો ઉઠી રહી છે.