આર્ટ ઓફ લીવીંગ રાજકોટ પરિવાર દ્વારા શહેર સ્થિત હેમુ ગઢવી હોલ માં તા.૨૧ જુલાઈ-રવિવાર ના રોજ રામલલ્લા કી માતા નુંભવ્ય આયોજન કરવામાં આવ્યું જેને અદભૂત લોક પ્રતિસાદ મળ્યો. શ્રી શ્રી રવિશંકરજી દ્વારા કહેલ એક વાર્તા દ્વારા પ્રેરિત આ સંગીતમય નાટક પૌરાણિક વાર્તાથી થોડું અલગ અને રમુજતેમજ કરુણતાનો સમન્વય હતું.
આ નાટ્યરૂપાંતર માં કૈકેયી અને મંથરા રામાયણમાં સૌથી નિર્ણાયક પાત્રો હતા, કેમ કે તેઓ ભગવાન શ્રીરામના અમરત્વની પ્રાપ્તિ માટેના નિમિત બન્યાં હતા. કૈકેયી એ મંથરા ની વાતો માં આવી જઈને શ્રી રામચંદ્ર ભગવાનના કલ્યાણ માટે રામને વનમાં મોકલવાનું વચનન માંગી ઈતિહાસમાં કાયમ માટે નામોશી વહોરી. કૈકયીએ એવી વર્તણુક કરી હતી કે રામ દેશનીકાલ થઈ જાય અને આ પ્રક્રિયામાં તેઓ દુષ્ટતાના ઉપનામ જેવા બની રહ્યાં અને તેથીજ તો આપણી સંસ્કૃતિના હજારો વર્ષોમાં, કોઈએ ક્યારેય તેમની દીકરીના નામ કૈકયી અને મંથરા આપવાની હિંમત કરેલ નથી.
રામાયણના કેટલાક સંદર્ભો લઈને, વધુ રંગો ઉમેરીને આ વાર્તાને આગળ વધારાઈ હતી. આ સંગીતમય નાટક તેની સ્ટોરી લાઈનના તાણાવાણામાં સંયોજે છે જ્ઞાનના અંશો, અસંખ્ય સંગીત રચનાઓ, રાજકીય વ્યભિચાર, પ્રસંગોપાત રમૂજ દ્વારા દર્શકોનું મનોરંજન કર્યું. આ નાટકમાં જ્ઞાન, હ્યુમર તથા રામાયણમાં આપેલ દ્રષ્ટાંતોનું સમન્વય કરી સુંદરમજાનું રસતરબોળ નાટક સૌએ જોયું, અનુભવ્યું અને અદ્ભૂત પ્રતિસાદ આપ્યો.