યુ-ટયુબ પર વિડિયો સોંગ ‘તેરા મેં’ રીલીઝ; ૨૦ હજાર વ્યુઅર્સ: ગીતમાં લિરિકસ, કમ્પોઝીશન, મ્યુઝીક અને સીંગીગ પણ ધ્યાને કર્યું છે; ધ્યાન મુલરવ અને તેના પિતા ‘અબતક’ના બન્યા મહેમાન
ધ્યાન મુલરવે-(ગઢવી), પોતાનું ઓરિજિનલ વિડિયો સોંગ ‘તેરા મે’ પોતાની યુ-ટયુબ ચેનલ પર રિલીઝ કરેલ છે. જેના લિરિકસ… કમ્પોઝીશન… મ્યુઝિક તથા સિંગીગ પણ ધ્યાને જ કરેલ છે. જે રાજકોટ તથા ગુજરાતના સંગીત ચાહકો માટે ગર્વની વાત છે. જે ગીતને આજની તારીખે ૧૮,૯૨૧ વ્યુવઝ યુ ટયુબ પર મળેલ છે. જબરદસ્ત સફળતા મળતા ધ્યાને તથા તેના પિતા રાજેશભાઈએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી.
સૌ પ્રથમ તેણે બાલભવન સંગીત વિદ્યાલયમાં તબલા અને ગૂરૂ ચંદુ દાદા પાસેથી હાર્મોનિયમની ટુંકી તાલીમ મેળવી, ત્યાંથી જ તેની સંગીતની સફર શરૂ થઈ. ત્યારબાદ તેણે રાષ્ટ્રીય શાળામાંથી તબલા તથા હાર્મોનિયમ શીખવાનું શરૂ કર્યું તબલામા ભાર્ગવભાઈ જાની પાસેથી ફર્સ્ટ કલાસ લઈને વિશારદની પદવી મેળવેલ છે. હાર્મોનિયમની તાલીમ સાજીદભાઈ મીર પાસેથી મેળવેલ છે. હાલમાં ધ્યાન પિયુબેન સરખેલ પાસેથી કલાસિકલ ગાયનની તાલીમ લે છે તદુપરાંત ધ્યાન ગિટાર, કીબોર્ડ જેવા વેસ્ટર્ન વાદ્યો પણ ખૂબ સરસ રીતે વગાડે છે. ધ્યાન પોતે એક ખૂબજ સારો મ્યુઝીક કમ્પોઝર અને મ્યુઝીક પ્રોડયુસર પણ છે.
ધ્યાન છેલ્લા ૨ વર્ષથી મુખ્યરૂપે મ્યુઝીક પ્રોડકશન કરે છે તે પોતે જ પોતાના નવા ગીતો લખે છે. પોતે જ તેને કમ્પોઝ કરીને તેમને સુંદર અવાજમાં ગાઈ છે. ધ્યાનના ગીતોમાં આજના નવા જ સંગીત પ્રકાર, જેમકે ફયુચર પોપ અને ઈ.ડી.એમ.નું પ્રભુત્વ જોવા મળે છે. ધ્યાનનો મુખ્ય હેતુ આપણા હિન્દી સંગીત અને ખૂબજ નવું એવું ઈલેકટ્રોનિક સંગીતને ભેળવીને કંઈક નવું જ સર્જન કરવાનો છે.
ધ્યાન એ ખૂબજ નાની વયથી અલગ સંગીત પ્રકારો, જેમકે ગઝલ, કવાલી, કલાસિકલ આદિ સંગીત સાંભળવાનું શરૂ કર્યું હતુ. જેને ધ્યાન પોતાના આજના સંગીતમાં પણ ખૂબજ મહત્વનું ગણાવે છે. ધ્યાન છેલ્લા ૩ વર્ષથી ઈલેકટ્રોનિક સંગીત પણ સાંભળે છે. અને બનાવે છે. આનાથી તેના ગીતોમાં લોકોને એક અલગ જ તાજગી મેહસૂસ થાય છે.
ધ્યાનનું ‘બારીશ લેતે આના’ રીમિકસ ગીતના ઓરિજિનલા સિંગર ‘દર્શન રાવલએ પણ પ્રશંસા કરી હતી અને તેને ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલ હતી. જેના આજની તારીખે ૧ લાખ ૩૨ હજાર વ્યૂવઝ છે ધ્યાને હાલમાં જે લેજેન્ડ સિંગર ઓસમાણભાઈ મીરની કોમ્પોઝિશનમાં મ્યુઝિક દીધેલ છે જે તેમના પુત્ર આમિર મીર ગાયેલ છે. જે ગીતને યુ-ટયુબ પર સારો એવો પ્રતિસાદ મળેલ છે. ૩ દિવસમાં ૪૬,૩૬૭ વ્યૂવઝ યુ-ટયુબ પર મળેલ છે. તદુપરાંત ધ્યાનનું એકદમ નવું તથા અલગ પ્રકારનું ગીત ‘સીસાઈડ’ ટુંક સમયમાં પોતાની યુ-ટયૂબ ચેનલ પર રજૂ થશે.
ધ્યાન શહેરની અલગ અલગ ધણી સ્પર્ધામાં પણ વિજેતા રહી ચૂકયો છે. ગુજરાત સરકાર દ્વારા થતુ કલામહાકુંભમાં ધ્યાન એક જ વર્ષમાં ગિટાર, હાર્મોનિયમ અને ઢોલ વાદનમાં જિલ્લા કક્ષાએ પ્રથમ આવ્યો છે. ધ્યાન ગાયનમાં અનેક સ્પર્ધાઓ, જેમકે ટીજીઈએસ આઈડોલમાં અને કરાઓકે સ્પર્ધામાં રનર અપ રહી ચૂકયો છે.
ધ્યાન, કલાસિકલમાં તેમના ગૂરૂ પિયુબેન સરખેલ, બોલીવુડમાં સિંગર અરિજીતસિંગને, તથા ઈલેકટ્રોનિક સંગીતમાં માર્ટિન ગેરિકસને પોતાના આદર્શ ગણાવે છે. ભવિષ્યમાં ધ્યાન પ્રોડકસનની સાથે સાથે સારો ડીજે બનવા માંગે છે.
ધ્યાન પોતાની આ સિધ્ધિનો ફાળો પોતાના માતા-પિતાને આપે છે. જેમણે હંમેશા આ સુરીલા સફરમાં ધ્યાનનો સાથ આપેલ છે. માતા પિતાના સાથને ધ્યાન અમૂલ્ય ગણાવે છે. ધ્યાનનું કહેવું છે કે જો માતા પિતા પોતાન બાળકને તેની ઈચ્છા અનુસાર તેનો સાથ આપે તો આજે હરએક બાળક પોતાની રૂચિના વિષયમાં આગળ વધી શકે છે.
હાલ ૧૮ વર્ષની ઉંમરે ધ્યાન, લાઈવ શોઝ પણ આપી રહ્યો છે. અને ઈન્સ્ટાગ્રામ અને યુ ટયુબ પર પણ સારી એવી લોકચાહના મેળવી રહ્યો છે.