ડીજીપી દ્વારા એક પરિપત્ર જાહેર કરાઈ લોકલ ક્રાઈમ બ્રાંચની કામગીરી તથા તેમાં નિમણૂકને લઈ કેટલીક રૂપરેખા જાહેર કરવામાં આવી છે. આ પરિપત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ઢીલા-અપરિપક્વ અધિકારી કે કર્મચારીને જીલ્લા ક્રાઈમ બ્રાંચમાં નહીં મકી શકાય. તમને જણાવી દઈએ કે, જીલ્લાના પોલીસ દળમાં લોકલ ક્રાઇમ બ્રાંચ ખૂબ મહત્વની એજેન્સી ગણાય છે. સૌથી વધુ મોભો ધરાવતી આ બ્રાંચની કામગીરી અંગે આજ સુધી કોઇ સ્પષ્ટ રૂપરેખા હતી નહીં. તેવી જ રીતે આ બ્રાંચમાં જીલ્લાના કયા અધિકારી અને કર્મચારીને નિમણૂંક આપવી તે અંગેના પણ કોઇ નિયમો બનેલા ન હોવાથી મોટે ભાગે જીલ્લાના પોલીસ વડાની ગુડબુકમાં રહેતાં લોકોને જ આ બ્રાંચમાં પોસ્ટીંગ આપવામાં આવતું હતું. પરંતુ આ બાબત ચલાવી ન લેવા માટે રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝા દ્વારા આજ રોજ એક ખાસ પરિપત્ર બહાર પાડીને જીલ્લાની એલ.સી.બી.ની કામગીરી તથા તેમાં આપવાની નિમણૂંક બાબતે વિસ્તૃત સુચનાઓ બહાર પાડવામાં આવી છે.
Trending
- મહારાષ્ટ્રમાં મહાયુતીની સંધી મુજબ ‘એક’નાથને મુખ્યપ્રધાન પદ મળશે?
- અસારવાથી કાલુપુર ટ્રેકનો પુનઃવિકાસ પૂર્ણ થયા બાદ જ ઉદયપુર દક્ષિણ ભારત સાથે જોડાશે
- ઇઝરાયલે હિઝબુલ્લા સાથે યુધ્ધ વિરામની કરી જાહેરાત
- તાલાલામાં 12 કલાકમાં જ ભૂકંપના છ આંચકા
- પ્રેગ્નન્ટ સ્ત્રીઓ માટે રામબાણ છે આ લોટની રોટલી…
- આગરા-લખનઉ એક્સપ્રેસ વે પર મોટી દુર્ઘટના: સૈફઈ મેડિકલ યુનિવર્સિટીના પાંચ તબીબોના મોત
- Mahindra BE 6e અને XEV 9e નવા અપગ્રેડ સાથે લોન્ચ; નવા બેટરી પેક પર આજીવન વોરંટી સાથે
- IIM અમદાવાદના વિદ્યાર્થીઓને TCS, Mahindra સહિત 51 કંપનીઓ તરફથી પ્લેસમેન્ટની મળી ઓફર, 394 ઉમેદવારોને મળી નોકરી