ટોલગેટ પર લાંબી લાઈનમાં ઉભા રહીને વાહન ચાલકોના સમય-નાણાની બરબાદી રોકવા માટે તમામ વાહનોમાં ફાસ્ટટેગ લગાડવાના નિર્ણય વચ્ચે એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે રોકડમાં ટોલટેકસ ભરવા માગતા લોકોએ ડબલ ચાર્જ ચુકવવો પડશે.
કેન્દ્રીય માર્ગ પરિવહન
મંત્રાલય દ્વારા નેશનલ હાઈવે ઓથોરીટીને પત્ર મોકલવામાં આવ્યો છે તેમાં એમ કહેવાયુ
છે કે 1લી ડીસેમ્બરથી ટોલનાકાથી પસાર થતા
વાહનોમાં ફાસ્ટટેગ ફરજીયાત હશે.આમ છતાં કોઈ રોકડથી ટોલટેકસ ચુકવવા માંગે તો ડબલ
નાણા વસુલવાના થશે.
ફાસ્ટેગ સ્ટીકર
સરકારે ઈસ્યુ કરી જ દીધા છે જે વાહનનાં આગળના કાચ પર ચોટાડવાના હોય છે ટોલનાકા
પરની વાયરલેસ સીસ્ટમના આધારે વાહન માલીકનાં ખાતામાંથી
ઓટોમેટીક ટોલટેકસ વસુલ થઈ જાય છે. વાહન ચાલકને ટોલનાકા પર ઉભા રહેવાની જરૂર નથી
પડતી.