યજ્ઞમાં આવેલા તમામ લોકો માટે કરાય મહાપ્રસાદની વ્યવસ્થા
રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે ખેડુતોની વાવણી કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડુતો માટે રાજકોટ માકેટીંગ યાર્ડ ખાતે વરુણ દેવને રીઝવવા માટે યજ્ઞનું આયોજન કર્યુ હતું.
સૌરાષ્ટ્રમાં ખેડુતોની હાલત અત્યંત દયનિય થતી જાય છે. વાવણી બાદ વરસાદની રાહ જોઇ રહેલા ખેડુતો માટે માર્કેટ યાર્ડ ના વેપારી અને મજુર ભાઇઓ દ્વારા આ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યજ્ઞમાં સાત દંપતિ દ્વારા આહુતિ આપી વરુણ દેવને રીઝવવામાં આવ્યા હતા. આ યજ્ઞ સવારે ૮ થી ૧.૩૦ સુધી યજ્ઞ કરવામાં આવશે ત્યારબાદ વેપારી તથા ખેડુત ભાઇઓ તથા યજ્ઞમાં આવનારા તમામ લોકો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતુ. આ યજ્ઞ રાજકોટ બેડી યાર્ડ પ્લેટ ફોર્મ નં.ર મા રાખવામાં આવ્યું હતું. આ યજ્ઞ આયોજનમાં માકેર્ટ યાડના ચેરમેન ડી.કે. સખીયા, અને વાઇસ ચેરમેન હરદેવસિંહ જાડેજા, કમિશ્નર એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલભાઇ કમાણી ઉપપ્રમુખ કિશોરભાઇ દોંગા યાર્ડના વેપારીઓ અને મજુર ભાઇઓએ ખાસ જહેમત ઉઠાવી હતી. અને યજ્ઞનાં આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.