સૌરાષ્ટ્ર-કચ્છની સર્વપ્રથમ સ્વનિર્ભર ડિગ્રી ઈજનેરી કોલેજ તથા ઈન્ડીયન સોસાયટી ફોર ટેકનિકલ એજયુકેશન દ્વારા ભારતની બેસ્ટ એન્જીનીયરીંગ કે જેને રાષ્ટ્રીય એવોર્ડ પ્રાપ્ત થયો છે તે વીવીપી ઈજનેરી કોલેજનાં બે નવનિર્મિત ઓડિટોરીયમનું આજે મુખ્યમંત્રીનાં હસ્તે ભવ્યાતિભવ્ય ઉદઘાટન થયું છે. વીવીપીનાં પ્રાંગણમાં ૧૫૦૦થી વધુ બેઠકોની ક્ષમતા ધરાવતા ઝવેરચંદ મેઘાણી કલાભવન ઓડિટોરીયમ વીવીપીની શાન છે. કોલેજનાં સંકુલમાં બે અત્યાધુનિક ટેકનોલોજીયુકત બે ઓડિટોરીયમનું મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં હસ્તે ઉદઘાટન થયું છે. આ ઉપરાંત પી.ડી.ચિતલાંગીયા ઓડિટોરીયમ તેમજ સ્વ.આશિષભાઈ પ્રવિણભાઈ મણિયાર નવનિર્મિત ઓડિટોરીયમનું મલ્ટી મીડિયા પ્રોજેકટર, એકોસ્ટીક સાઉન્ડ સિસ્ટમ, પુસ બેક ચેર, સંપૂર્ણ વાતાનૂકૂલીત વ્યવસ્થા ધરાવતા ૧૯૪ બેઠકો તથા ૧૨૦ બેઠકો સાથેનાં બે ઓડિટોરીયમ ૧૯૦૦ તથા ૧૪૫૦ સ્કવેર ફીટમાં પથરાયેલ છે. આ બંને ઓડિટોરીયમ થકી વિદ્યાર્થીઓ માટે તજજ્ઞ વ્યાખ્યા તથા તકનીકી જ્ઞાન સુલભ બનશે.
Trending
- રોજ કરેલું આ એક નાનકડું કામ તમને કેન્સરથી બચાવશે
- સુરત મેટ્રો: આવતા મહિનાથી ફેઝ-1 પર પેસેન્જર સેવા શરૂ થશે? ફેઝ-2નું કામ ક્યારે પૂર્ણ થશે?
- અમદાવાદને મળશે નવો લુક, સિંધુ ભવનમાં બનશે ન્યૂયોર્ક જેવો ટાવર, જાણો શું છે પ્લાન
- અરે વાહ! માત્ર આ વસ્તુથી વાળ થશે મજબૂત અને લાંબા !
- અમદાવાદથી વડનગર વિકેન્ડમાં ગુજરાતની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTCનું આ સસ્તું ટૂર પેકેજ બુક કરો
- “સન્ની પાજી દા ઢાબા” ખાતે મોડી રાત્રે છરીઓ ઉડી
- ઇન્ડીયન મેડિકલ એસો.ને મેમ્બરશીપ ડ્રાઇવ માટે એવોર્ડ એનાયત
- શા માટે પુરુષો ઢીંચકી છોકરીઓ તરફ વધુ આકર્ષાય છે જાણો તેનું વૈજ્ઞાનિક કારણ