દિલ્હીના મધ્યમવર્ગીય વિસ્તારમાં લકઝરી મોટરોમાં ફરતા વિદેશીઓ પર સતત ચાર માસ સુધી વોચ રાખીને પોલીસે કૌભાંડ ઝડપી ૬૦૦ કરોડનું હેરોઈન ઝડપ્યું
પાકિસ્તાન-અફઘાનિસ્તાનના તાલીબાનો દ્વારા મસાલા અને સુકામેવાના નિકાસના નામે ભારતમાં હેરોઈન ઘુસાડવામાં આવતું હોવાનો દિલ્હી પોલીસે પર્દાફાશ કર્યો છે. દિલ્હી પોલીસે ૧૨૦ દિવસની જહેમત બાદ રૂા.પાંચ હજાર કરોડનું હેરોઈન ઘુસાડવાના નેટવર્કના ષડયંત્રને ખુલ્લુ પાડીને નવીદિલ્હીમાંથી ૬૦૦ કરોડ રૂપિયાનું ૧૪૦ કિલો હેરોઈન ઝડપી પાડયું છે. આ હેરોઈન કોળામાં ગરમ મસાલા અને સુકા મેવાના નામે પેકિંગ કરીને ઘુસાડવામાં આવતું હતું.
અફઘાનિસ્તાનનાં પૂર્વ કાબુલના જલાલાબાદ અને ખોગિયાણી વિસ્તારમાં ચાલતા વેરહાઉસમાં સુકામેવા અને મસાલાની ભારતમાં નિકાસ કરવા માટેની થેલીઓમાં આ હેરોઈન છુપાવ્યું હોવાનું બહાર આવ્યું છે. દક્ષિણ દિલ્હીના ઝાકીરનગરમાંથી આ હેરોઈન ઝડપી લઈ સાથે સાથે ટોયેટા કેમરી, હેન્ડા સિવિક, કોરોલા આલ્ટિસ અને અન્ય કિંમતી વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. સામાન્ય અંદાજ મુજબ આ નેટવર્ક દ્વારા ભારતમાં ૫૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું હેરો,ન ઘુસાડ્યું હોવાનું અનુમાન લગાવાયું હતું.
દિલ્હી પોલીસે દિલ્હી અને અમૃતસર રૂટ ઉપર છ શંકાસ્પદ મોટરોની હલચલ ઉપરી આ નેટવર્ક ઝડપી લીધુ હતું. જેમાં પાંચ મોટરોમાં હેરોઈનની હેરાફેરી અને છઠ્ઠી મોટર માલ-સામાન સલામત રીતે નિશ્ચિત સ્થળે પહોંચી જાય તે માટે રેકી અને પાયલોટિંગ માટે વાપરવામાં આવતી હતી. પોલીસે અફઘાન મૂળના બે કેમિકલ એક્ષપર્ટ સહિત પાંચ દાણચોરોને ઝડપી લીધા હતા. જ્યારે છઠ્ઠાની ઓળખ મેળવી લીધી હતી.
દિલ્હી પોલીસના હાથે ઝડપાયેલા આ રેકેટનું ઓપરેશન એસીપી લલિત મોહન નેગી અને હરિડે ભુષરની આગેવાનીમાં પાર પાડવામાં આવ્યું હતું. આ બન્ને અધિકારીઓએ આ નેટવર્ક પર છેલ્લા ઘણા સમયથી નજર રાખવામાં આવી હતી અને પશ્ચિમ યુપીના એક ઉદ્યોગપતિ કે જે ઉત્તરપ્રદેશી શણના કોળા મંગાવતો હતો તે શંકાના દાયરામાં હતો અને ઘણા લાંબા સમયી તે આતંકવાદીઓ સાથે જોડાયેલ હોવાની ગુપ્તચર વિભાગને માહિતી મળી હતી. ગરમ મસાલા અને સુકામેવાના ભારત અને અફઘાનિસ્તાન વચ્ચેના વેપાર-વ્યવસની આડમાં આ નેટવર્ક ચલાવાતું હોવાનું બહાર આવ્યું હતું. જલાલાબાદમાં કેમિકલ એક્ષપર્ટના નિર્દેશન હેઠલ હેરોઈનને પ્રોસેસ કરવામાં આવતું હતું.
આ ઓપરેશન ગુપ્તચર વિભાગને શંકાસ્પદ હલચલની માહિતી બાદ અમલમાં મુકવામાં આવ્યું હતું. દિલ્હીનો દક્ષિણ-પૂર્વ વિસ્તાર કે જે ર્આકિ રીતે બહુ સદ્ધર ની ત્યાં લકઝરી કાર અને અફઘાન મુળના નાગરિકો અને આફ્રિકામાં અવર-જવર કરતાં લોકોના વસવાટ પરી આ વિસ્તારને અવલોકનમાં રાખવામાં આવ્યું હતું. તેમ સ્પેશ્યલ સેલના ડીસીપી માનસિંહચંદ્રએ જણાવ્યું હતું. સુનિલ રાજન, રવિન્દ્ર જોષી, વિન્દો બદોલાએ આ ઓપરેશન પાર પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
દિલ્હી પોલીસને બાતમી મળી હતી કે, દિલ્હીમાં કેટલાક વિદેશી નાગરિકો અને સનિક લોકો દ્વારા રહેણાંક અને શહેરી વિસ્તાર ગણાતા દક્ષિણ-પૂર્વ જિલ્લામાં કારખાનાઓ ઉભા કરી રહ્યાં છે. આ લોકો લકઝરી મોટરોમાં ફરે છે અને મોડી રાત્રે અને વહેલી સવારે મોટરોમાં પંજાબ અન્ય પડોશી રાજ્યોમાં રસ્તામાં કયાંક રોકાયા વગર આંટા મારે છે. ગુપ્તચર વિભાગે આ શંકાસ્પદ હિલચાલને રડારમાં લઈને આ ઓપરેશન પાર પાડયું હતું. લજપતનગર પોલીસે બે મોટરોમાં સફર કરતા બે વ્યક્તિને મોટરની પાછળની સીટમાં બનાવેલા ખાનામાં છુપાવેલા ખાનામાં ૬૦ કિલો હેરોઈન સાથે ઝડપી લીધા હતા. આ માલ પકડાયા બાદ તુરંત જ પોલીસે ઝાકિરનગરમાં રેડ કરી બે અફઘાની નાગરિકોને બીજા ૬૦ કિલો હેરોઈન સાથે ઝડપી લીધા હતા.
બાદ પાંચમાં શખ્સ પાસેથી ૩૦ કિલો હેરોઈન જપ્ત કર્યું હતું. પોલીસે હેરોઈન સાથે બે સેમી ઓટોમેટિક પિસ્તોલ અને ૨૦ જીવતા કારતુસ પણ જપ્ત કર્યા છે. દિલ્હી પોલીસના હાથે ઝડપાયેલા આરોપીઓમાં શિનવારી રહેમતગુલ અને અખતર મોહમદને જલાલાબાદી વકિલ અહેમદને બાંળા હાઉસ, ધીરજને ફરીદાબાદ અને રઈશ ખાનને દક્ષિર દિલ્હીના મહારાણી બાગમાંથી ઝડપી લીધા હતા.