૨૦૦૯ બાદ તેઓને અપાયેલા વેતનને પણ પરત લેવા કરાઈ માંગ
ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીને લઈ ગુજરાતની છાપ એક અલગ જ ઉભી થઈ છે. વિશ્વનાં ઘણા ખરા દેશો ગુજરાતની એફએસએલ લેબોરેટરીની મદદ લઈ રહ્યા છે જેમાં ગોધરાકાંડ, દિલ્હીનાં નુપુરકાંડ જેવા કેસોનાં રીપોર્ટ ગુજરાત એફ.એસ.એલ દ્વારા તૈયાર કરવામાં આવ્યા હતા એટલે કહી શકાય કે, ગુજરાતમાં એફ.એસ.એલ.ની સ્થાપના બાદ ગુજરાતની જાણે કાયાપલટ થઈ હોય તેમાં પણ જયારે ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીનાં જે.એમ.વ્યાસ કે જેઓ એફએસએલનાં ભિષ્માપિતા માનવામાં આવી રહ્યા છે તેઓની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે એફએસએલ યુનિવર્સિટીની સ્થાપના થઈ હતી. ૨૦૦૯માં તેમનો કાર્યકાળ પુરો થયો હતો તેમ છતાં તેઓની નિષ્ઠા અને તેમની કાર્યક્ષમતાનાં કારણે તેઓને એકસટેન્શન મળ્યું હતું. જોવાની વાત તો એ છે કે, એવા અનેકવિધ લોકો છે કે જેઓ જે.એમ.વ્યાસ જેવાં વ્યકિતત્વ સામે અપીલો કરી રહ્યા છે.
ગુજરાત હાઈકોર્ટ દ્વારા ગર્વમેન્ટને નોટીસ આપવામાં આવી હતી કે, ફોરેન્સીક સાયન્સનાં ડાયરેકટર જે.એમ.વ્યાસની નિયુકિત અંગે અરજી દાખલ કરવામાં આવી છે. ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ વિદ્યાર્થી સંદિપ મુંજીયાસરાએ અરજી કરી છે કે, જે.એમ.વ્યાસ, ડીએફએસનાં પદ પર યોગ્યતા ધરાવતા નથી અને સાથોસાથ સરકારે જયારે તેમને નિવૃતિ બાદ ૭ થી ૮ વર્ષ સુધી ડીએફએસ પોસ્ટ પર નિયુકત કર્યા છે તે પણ યોગ્ય નથી જેથી તેઓને તેમનાં પદ પરથી હટાવવા જોઈએ. અરજી કરનાર વ્યકિતએ સરકારને જણાવ્યું હતું કે, ૨૦૦૯ થી તેઓને જે રકમ આપવામાં આવી રહી છે તે રૂપિયા પણ તેમની પાસેથી પરત લેવામાં આવે ત્યારે આ અંગેની નોટીસ હાઈકોર્ટે સરકારને પાઠવતાં ૧લી ઓગસ્ટ સુધી આ અંગેનો જવાબ આપવા તાકીદ પણ કરી છે. સંદિપ મુંજીયાસરાએ અનેકવિધ વખત ગુજરાત ફોરેન્સીક સાયન્સ યુનિવર્સિટી માટે અનેકવિધ વખત અરજીઓ કરેલી છે.
અરજીનાં આધારે હાઈકોર્ટે સરકારને સેન્ટ્રરાઈઝ એડમીશન
પઘ્ધતિ અપનાવવા માટેનું સુચન પણ કર્યુર્ં હતું અને ફિ રેગ્યુલેશનનાં ધારા-ધોરણો
નકકી પણ કરવામાં આવ્યા હતા ત્યારે પ્રશ્ન એ ઉદભવિત થાય છે કે, એફએસએલનાં
ભિષ્મા પિતામહ ગણાતા જે.એમ.વ્યાસ વિરુઘ્ધ આ પ્રકારની અરજી વારંવાર શું કામ કરવામાં
આવે છે અને એવા તો કયાં કારણો છે કે જેનાં ફળસ્વરૂપે આ પ્રકારનાં હિન્ન પગલાઓ લેવાય છે.