આ ફિલ્મ અમદાવાદની પોળોમાં આંટા લેતી એક લવ સ્ટોરી છે જે ઓગષ્ટમાં રિલીઝ થશે

મોન્ટુની બિટ્ટુ ગુજરાતી ફિલ્મનું પોસ્ટર આજે રીલીઝ થયું છે. આ ફિલ્મ ઓગષ્ટ મહિનામાં રીલીઝ થાય તેવી શકયતા છે. આ ફિલ્મ એક રોમેન્ટીક લવસ્ટોરી ની સાથે સાથે થોડી કોમેડી પણ છે.

અમદાવાદની પોળમાં મોન્ટુની બિટ્ટુ ફિલ્મનું શુટીંગ કરવામાં આવ્યું છે. અમદાવાદની પોળમાં આંટા લેતી આ સ્ટોરી ખરેખર દરેક ગુજરાતીને કનેકટ કરશે.

આ ફિલ્મના મુખ્ય કલાકારોમાં આરોહી પટેલ (જબિટ્ટુ) મૌલિક નાયર (મોન્ટુ) મેહુલ સોલંકી (અભિનવ) અને હેમાંગ શાહ (ધડી) પીન્કી પરીખ (બિટ્ટુની માસી) નો અભિનય કરી રહ્યા છે.

આ ફિલ્મના રાઇટર રામચોરી છે. પ્રોડયુસર ટવીકલવિજગીરી છે જયારે ડાયરેકટર વિજયગીરી બાવા છે આ ફિલ્મનું ઓફીસિયલ ટેલર આવતા સપ્તાહે લોન્ચ થશે જયારે ફિલ્મ આવતા મહિને ઓગષ્ટમાં જન્માષ્ટમીની આસપાસ રીલીઝ થાય તેવી શકયતા છે.

આ ફિલ્મ સંપૂર્ણ ગુજરાતી કલ્ચરની છે: વિજયગીરી બાવા

poster-release-of-love-romance-and-comedy-movie-mantu-ki-bittu
poster-release-of-love-romance-and-comedy-movie-mantu-ki-bittu

આ ફિલ્મ અંગે ડાયરેકટર વિજગીરી બાવાએ જણાવ્યું કે મોન્ટુની બિટ્ટુ એ એક એવી લવસ્ટોરી છે જે અમદાવાદની પોળમાં આંટા લે છે આ ફિલ્મ અમદાવાદની પોળમાં જ શુટ કરવામાં આવી છે. આ ફિલ્મ કોમેડી અને રોમાન્સથી ભરપુર છે. આ ફિલ્મમાં બિટ્ટુ એટલે કે આરોહીને લગ્ન માગે તેના ઘરમાં ખુબ જ પ્રેસર થઇ રહ્યું હોય છે અને તે લગભગ પ૦ છોકરા રિજેકટ કરી ચુકી છે.આ ફિલ્મમાં પોળની વાત છે કેમ કે પોળનું કલ્ચર એ સતત કોઇની લાસફમાં ઇન્ટર ફિયર કરતું બતાવાયું છે. બિટ્ટુનો જીગનજાન દોસ્ત છે મોન્ટુ મોન્ટુ એટલે મૌલિક નાયર જે એવું કેરેકટર જ છે જે દરેકને મદદરુપ થાય છે અને સંકટની સાંકળ કરે છે મોન્ટુનો એક મિત્ર જે ઉમરમાં તેનાથી ઘણો નાનો છે. પરંતુ તેનો જે ખાસ મિત્ર છે ઘડી એટલે હેમાંગ શાહ તે તેને સતત બિટ્ટુને પ્રપોઝ કરવામ લલચાવે છે. પરંતુ મોન્ટુ અને બિટ્ટુની વચ્ચે કોઇ ઔર હોય છે. જે ખરેખર એક સસ્પેન્સ છે.

બિટ્ટુની માસીનું કેરેકટર પીન્કી પરીખે ભજવ્યું  છે. અને તે જ તેના ઘરના બધા નિર્ણયો લેતા હોય છે. અને આમ આ ફિલ્મ રોમાન્સ, લવસ્ટોરી અને કોમેડી ત્રણેય સર્જે છે.

મારું એવું અગત પણે માનવું છે કે આ ફિલ્મ દરેક ગ્લોબલ ગુજરાતીને કનેકટ કરશે અને આ એક સંપૂર્ણ ગુજરાતી કલ્ચરની ફિલ્મ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.