મુખ્યમંત્રી એપ્રેન્ટીસશીપ યોજના હેઠળ ઔદ્યોગિક તાલીમ સંસ્થા મોરબી, વાંકાનેર અને જિલ્લા રોજગાર કચેરી દ્વારા આયોજીત મોરબી જિલ્લાના વિવિધ ઉત્પાદક/સેવાકિય એકમોમાં વિવિધ ટ્રેડ / વ્યવસાયમાં જગ્યા ભરવા માટે તા. ૧૯/૭/૨૦૧૯ના રોજ સવારે ૯-૦૦ કલાકે વાંકાનેર ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે.

વાંકાનેર સ્થિત ગાયત્રી મંદિર, રાજકોટ રોડ, આઈ.ટી.આઈ. કોલેજની પાછળ યોજાનાર આ એપ્રેન્ટીસ ભરતી મેળામાં ધોરણ-૮-૯-૧૦ અને ૧૨ તેમજ ગ્રેજયુએટ પાસ ઉમેદવારો પણ સીધો ભાગ લઈ શકશે. એપ્રેન્ટીસ તાલીમની સાથે ઉદ્યોગો દ્વારા સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવશે. કોઈપણ ટ્રેડમાં આઈ.ટી.આઈ. પાસ ઉમેદવાર ભાઈઓ-બહેનોએ જરૂરી તમામ અસલ પ્રમાણપત્રો તથા ઝેરોક્ષ નકલ, આધારકાર્ડ, પાસપોર્ટ સાઈઝના ફોટોગ્રાફસ (ત્રણ નકલમાં) બાયોડેટા સહિત ઉપસ્થિત રહેવા આચાર્ય , ઔદ્યોગીક તાલીમ સંસ્થા , મોરબીની એક અખબારી યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.