કચ્છ જિલ્લાના ખેડૂતોએ સીઝનલ એગ્રીકલ્ચર ઓપરેશન સારુ પાક ધિરાણ આપનાર તમામ બેંકોએ દિવેલા સિવાયના તમામ ખરીફ પાકો સારુ ખેડૂતોને પાક ધિરાણ આપેલ હોય તેવા તમામ ખેડૂતોની વિગતો આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન ડેટા એન્ટ્રી કરવાની છેલ્લી તા.૧લી ઓગષ્ટ-૨૦૧૯ નકકી કરેલ હતી. જે હવે પછી તા.૧૫મી ઓગષ્ટ-૨૦૧૯ સુધી લંબાવામાં આવી છે.
પાક ધિરાણ મેળવેલ ખેડૂતોની વિગતો તા.૧૫મી ઓગષ્ટ-૨૦૧૯ સુધી ઓનલાઇન ડેટા એન્ટ્રી ન કરવામાં આવ્યેથી સબંધિત બેંકની જવાબદારી ગણાશે.
તમામ બેંકોએ નીચે મુજબના મુદાએ ધ્યાને લેવા પ્રિમિયમ કપાત કરવાની છેલ્લી તારીખ ૧૯મી જુલાઇ-૨૦૧૯. પ્રિમિયમની રકમ તથા ખેડૂતોની તમામ વિગતો સહિતની હાર્ડ કોપી વિમા કંપનીને રજુ કરવાની છેલ્લા તા.૧લી ઓગષ્ટ-૨૦૧૯.
ખેડૂતોની વિગતોમાં આઇ ખેડૂત પોર્ટલ ઉપર ઓનલાઇન ડેટા એન્ટ્રીની છેલ્લી તા.૧૫મી ઓગષ્ટ-૨૦૧૯. ખેડૂતોના આધારકાર્ડની એન્ટ્રી કરવાની છેલ્લી તા.૧૫મી ઓકટોબર .૨૦૧૯ છે તેવું નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), ભુજ-કચ્છની યાદીમાં જણાવાયું છે.