ઘોઘા, દહેજ/હજીરા ફેરી સર્વિસ બાદ ઘોઘા-મુંબઇ ફેરી સર્વિસ શરૂ કરવાની ચર્ચાઓ જાહેર થતા સાંસદ અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા મહુવા પંથકના લોકોને દરેક ક્ષેત્રે થતા અન્યાયને દુર કરી મહુવા-મુંબઇ ફેરી સર્વિસ શરૂ કરાવે તેવી લાગણી ઉભી થવા પામી છે. ઘોઘા-મુંબઇ કરતા અંતર પણ ઓછુ હોય જેથી મહુવા-મુંબઇ ફેરી સર્વિસ માટેની માંગ પ્રબળ બની છે.
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રને દરિયાઈ માર્ગથી જોડવા માટે દહેજથી હજીરા, હજીરાથી ઘોઘા, પીપાવાવ, વિકટર, દિવના બંદરો સાથે જોડવા માટે રો-પેકસ સર્વિસની સાથે રો-રો ફેરી સર્વિસ શરૂ કરવા માટેના આયોજનમાં મહુવા શા માટે સમાવેશ કરવામાં આવતો નથી. તેવો ગંભીર પ્રશ્ન મહુવા વાસીઓમાં ઉભો થયો છે.