આંતરરાષ્ટ્રીય કોર્ટે પાક. સરકારને કુલભુષણની ફાંસીની સજા પર પૂન: સમીક્ષા કરવા હુકમ કર્યો; પરંતુ તેને મુકત કરવો કે કેદ રાખવો તે ઈમરાન સરકારના હાથમાં!

પાકિસ્તાની લશ્કરી અદાલતે ભારતના નાગરીક અને પૂર્વ એરકમાન્ડર, કુલભુષણ જાદવને કરેલી મૃત્યુદંડની સજા સામે આંતરરાષ્ટ્રીય અદાલતમાં આપલે કાનૂની પડકારમા ગઈકાલે ભારતનો ઐતિહાસીક અને મોટો વિજય થયો હતો. પાકિસ્તાની લશ્કરી અદાલતના જાદવને ફાંસી આપવાના ચૂકાદાને હાલ પૂરતો અટકાવીને ફાંસીની સજા પર પૂન: વિચાર કરવાનો આદેશ આપતો ચૂકાદો આપ્યો હતો. આંતરરાષ્ટ્રીય અદાલતમાં ભારતનો આ વિજય ઐતિહાસીક ગણાવાય છે. જાદવ મુદે ભારતે કેવી રીતે કાનૂની જંગમાંવિજય મેળવ્યો છે. તે વિષય આંતરરાષ્ટ્રીય સ્તરે કાનૂન વિદો અને વિશ્વભરના રાજદ્વારી ક્ષેત્રે ચર્ચાનો વિષય બન્યો છે.

પાકિસ્તાન લશ્કરી અદાલતે કૂલભુષણ જાદવને મૃત્યુદંડની સજા સંભળાવ્યા બાદ ભારત પાસે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં જવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નહતો. ૨૦૧૭માં પાકિસ્તાની સૈન્ય અદાલતના નિર્ણય સામે ભારતે આંતરરાષ્ટ્રીય અદાલત ઓફ જસ્ટીશમાં પાકિસ્તાનના આ ચૂકાદા સામે દાદ માંગી હતી. ભારતે શરૂઆતથી જ આઈસીજેમાં એવો પક્ષ રાખ્યો હતો કે કુલભુષણ જાદવ ભારતના નાગરિક છે અને તેમની પાકિસ્તાન શસ્ત્રદળોએ અપહરણ કરીને ઈસ્લામાબાદ સત્તાવાળાઓએ તેના પર બલુચિસ્તાનની અરાજકતા અંગે જવાબદાર ઠેરવીને રાષ્ટ્રદ્રોહનો મુકદમો ઠોકી દીધો હતો.

ભારતના મતમુજબ કુલભુષણ જાદવને પોતાના કાનૂની બચાવનાં અધિકાર મુજબ પસંદગી મુજબનો બચાવ કરી શકે છે જાદવને અદાલતે કહેવાતી કસ્ટોડીયન દરમિયાનની કબુલાતને આધારે મૃત્યુદંડની સજા સંભળાવી હોવાનો મુદો ભારતે કાનૂની છણાવટ સાથે જાદવના બચાવ માટે હથીયાર તરીકે ઉપયોગ કર્યો હતો. ભારતે જાદવનો આખો કેસ એ બુનિયાદ ઉપર પોતાની તરફેણમા લીધો હતો કે પાકિસ્તાને જાદવ કેસમાં વિયેના કરારની કલમ ૩૬ (૧) બીનો ભંગ કરીને પાકિસ્તાને જાદવની ધરપકડ અંગે વિના વિલંબે ભારતને જાણ કરવાની જોગવાઈનો સરેઆમ ભંગ કર્યો હતો.

પાક. સરકારે કુલભુષણ જાદવને ૩ માર્ચ ૮-૨૦૧૬ના દિવસે ધરપકડ કરી હતી. અને માર્ચ ના રોજ પાકિસ્તાનના વિદેશ સચિવ મારફત ઈસ્લામાબાદમાં ભારતીય હાઈકમશિનરને ઔપચારીક રીતે માહિતગાર કર્યા હતા. આ મુદે ભારતીય સતાવાળાઓએ એવી દલીલ કરી હતી કે પાકિસ્તાન સતાવાળાઓએ એ વાતની કયારેય સ્પષ્ટતા કરી નથી કે જાદવને શા માટે ધરપકડ બાદ ભારતને ત્રણ અઠવાડિયા બાદ જાણ કરી પાકિસ્તાને જાદવની ધરપકડની સમયસર ભારતને જાણ ન કરીને વીયેના કરારનો ભંગ કર્યો હતો વળી લશ્ક્રરી અદાલતે જાદવની ક્સ્ટડીમાં જ કરેલી કબુલાતનાં આધારે તેને કોઈપણ જાતની કાનૂની બચાવની તક આપ્યા વગર કે બચાવ પક્ષ માટે કોઈપણની નિમણુંક કર્યા વગર જ સજા સંભળાવી દીધી હતી. જે આંતરરાષ્ટ્રીય ધારાધોરણ મુજબ ગેરકાનૂની ગણાય.

જાદવ મુદે ભારત આંતરરાષ્ટ્રીય અદાલતમાં પોતાના મજબુત પક્ષમાં એ મુદાને કાનુની આધાર બનાવ્યો હતો કે ભારત-પાક વચ્ચે થયેલા વિયેના કરાર અને આંતરરાષ્ટ્રીય કાયદા અન્વયે માનવ અધિકારના દાયરામાં આરોપીને તેનો બચાવ કરવાનો પૂરેપૂરૂ અધિકાર અને તક મળવી જોઈએ ભારતે જાદવ કેસમાં વિયેના કરારને જ મુખ્ય આધાર બનાવ્યો હતો. જાદવ કેસમાં ભારતની મુખ્ય બચાવ દલીલ એ હતી કે વિયેના કરારમાં આરોપી અને પક્ષકારોને તેના બચાવ માટે કાનૂન વિદ કે સહાયકની નિમણુંકની પરવાનગી મળવી જોઈએ કલમ ૭૨ (૭૩) અન્વયે બચાવ પક્ષને બચાવની પૂરેપૂરી તક મળવી જોઈએ જાદવ કેસમાં પાક. વિયેના કરારની કલમ ૩૬નો ઉલ્લંઘન કરીને જાદવને સુનાવણી દરમ્યાન પોતાના બચાવ માટે કોઈ પણ સહાયકની નિમણુંક કરવા દેવાય નથી.

જાદવ કેસમાં પાકે વિયેના કરારનું ઉલ્લંઘન કરીને બચાવ પક્ષને કાનૂની રીતે તેના બચાવની કોઈપણ તક આપ્યા વગર માત્રને માત્ર કસ્ટડી દરમ્યાન જાદવની કહેવાતી કબુલાતના આધારે તેને મૃત્યુદંડની સજા કરવામાં આવી હતી કે ગેરકાનૂની ઠેરવી હતી. આઈસીજેએ ભારતની આ દલીલોને ગ્રાહ્ય રાખી જાદવની સજાની પૂન: સમીક્ષા કરવા ચૂકલદો આપ્યો હતો જો કે, આઈસીજેના આ ચૂકાદા બાદ પણ કુલભુષણને પાકિસ્તાનની જેલમાંથી છૂટકારો થશે કે કેમ? તેના પર ઈમરાન ખાન સરકારના નિર્ણય પર મુખ્ય આધાર રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.