ક્યા બાત હૈ… વસતી વધારાની રોક માટે સાસુ-વહુના સંમેલનો
દેશના વસ્તી વધારા પર વધારે ઝડપથી નિયંત્રર મેળવવા માટે ‘કુટુંબ નિયોજન’ના ભાગ ‚પે સ્ત્રીદીઠ ત્રણથી વધુ બાળકો થકી વસ્તી વધારાની વધારે ટકાવારી ધરાવનારા ૧૪૬ જિલ્લાને ઓળખી સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા સાસુ, વહુની સાથે ચર્ચા કરવા મિશન પરિવાર વિકાસ હેઠળ જાગૃતી વધારવા માટે સંમેલનો યોજવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમ અંતર્ગત ઉતરપ્રદેશ બિહાર, મધ્યપ્રદેશ, છતીસગઢ, ઝારખંડ, રાજસ્થાન, અને આસામ આ સાત રાજયોમાં સ્ત્રીદીઠ બાળકોના વસ્તી વધારાની ટકાવારીમાં ઘટાડો કરવા આ કાર્યક્રમો દ્વારા દેશમાં વસ્તી વધારો ઓછો થશે.
યુનીયન હેલ્થ મિનિસ્ટર જે.પી. નાડા જણાવે છે કે આ રાજયોમાં ૧૪૬ જિલ્લાઓમાં દેશની કુલવસ્તીમાં ૨૮ ટકા જન્મદર વધારે છે. તેમજ તેની સાથે જોડાયેલી બાબત વિપરીત છે. જેમાં ૨૫ થી ૩૦ ટકા બાળકના જન્મના સમયે માતાના મૃત્યુનો દર ૫૦ ટકા જેટલો છે.
જયારે દેશભરમાં આટલો વસ્તી વધારો અન્ય જોવા મળતો નથી. સરકારી ખાતા દ્વારા જન્મદરની માહિતીને નકારાઈ છે. જેમાં ૨૦૦૮માં બાળકનો જન્મદર ૨.૬થી ઘટીને હાલ ૨.૩ ટકા નોંધાયો છે. સરકારી ખાતામાં જણાવ્યા મુજબ ભારતમા હાલ જન્મદર ૦.૨ ટકા હોવો જરૂરી છે. જે ૨.૧ ટકા વધારે બતાવે છે.
૨૪ રાજયોમાં હાલ જન્મદર જેટલો દર હોવો જોઈએ તેટલો જ પ્રાપ્ત થયો છે. જયારે આ સાત રાજયોમાં જન્મદર કુલ વસ્તીના ૬૦ ટકા છે. જેના પર પણ નજીકના ભવિષ્યમાં નિયંત્રણ મેળવી શકાશે જયારે દક્ષિણના રાજયો વેસ્ટ બંગાળ, મહારાષ્ટ્ર, ગુજરાત અને પંજાબમાં જન્મદર પર નિયંત્રણ મેળવી શકાયો છે. આ રીતે જન્મદર પર નિયંત્રણ મેળવવા માટે સાત રાજયોમાં સાસુ-વહુની સાથે ‘મિશન પરિવાર વિકાસ’ હેઠળ સંમેલનનો યોજી બાળકના જન્મદર અને માતાના મૃત્યુદર પર નિયંત્રણ મેળવી શકાશે.